- રાજસ્થાનમાં ફરવા માટે બેસ્ટ જગ્યા
- આ જગ્યાએ ફરવા જરૂર જવું જોઈએ
- ફરવા જાવ તો આ જગ્યા ફરવાનું ભૂલતા નહીં
રાજસ્થાનમાં પ્રવાસીઓ આમ તો મોટી સંખ્યામાં આવતા હોય છે, તેની પાછળનું કારણ પણ છે કે તે રાજ્યમાં કેટલીક એવી જગ્યાઓ છે કે જે ફરવા માટે બેસ્ટ છે અને લોકોને પસંદ આવે તેમ પણ છે. રાજસ્થાનમાં પ્રવાસન સેક્ટર વધારે મજબૂત છે કારણ કે દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો ત્યાં ફરવા આવતા હોય છે. આવામાં જોવા વાત કરવામાં આવે કેટલીક જગ્યાની તો તેમાં પહેલી છે કે જેસલમેર.
એક અદભૂત સંસ્કૃતિ અને શાંત માહોલ માટે જાણીતું જેસલમેર રાજસ્થાનના મોસ્ટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. દિવસમાં અહીંયા અનેક ઐતિહાસિક જગ્યા પર ફર્યા પછી તમે સાંજે રેતીલા રણવિસ્તારમાં શાનદાર રાજસ્થાની ફૂડ અને લોક નૃત્યની મજા લઈ શકો છો.
પિંક સિટી કહેવાતા જયપુરમાં ફરવા માટે આવતાં પ્રવાસીઓ હવા મહલને જોયા વિના પાછા આવતા નથી. ઐતિહાસિક મહત્વ અને શાનદાર વાસ્તુકલાનું ઉદાહરણ સમાન આ ઈમારતને ટ્રિપ દરમિયાન જરૂર જોવા મળશે.
રાજસ્થાનની મુલાકાત લેતાં હોય અને ત્યાંના ટેસ્ટ પકવાનનો સ્વાદ ન માણો તો નવાઈ કહેવાય. રાજસ્થાન આવતાં મોટાભાગના ટૂરિસ્ટ દાલ-બાટી અને ચૂરમાનો સ્વાદ જરૂર લે છે. સાથે જ પીરસવામાં આવતી સૂકી લાલ મરચાંની ચટણી ખાવાનો સ્વાદ બેગણો કરી દે છે.
લગભગ 10 એકરમાં ફેલાયેલા આ રિસોર્ટમાં તમે રાજસ્થાનની સંસ્કૃતિ અને ટેસ્ટી ફૂડની મજા લઈ શકો છો. અહીંયા તમને પ્રાચીન કલાકૃતિઓ, હસ્તશિલ્પ, ચિત્રકારી, લોક કથાઓ અને મૂર્તિઓની સાથે પારંપરિક રાજસ્થાનનું વાસ્તવિક ચિત્રણ દર્શાવે છે.