- હોળી ધૂળેટીમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો
- આ જગ્યાએ આવશે ફરવાની મજા
- ફરવાનો અનુભવ પણ રહેશે સારો
ભારતમાં ફરવા માટે એટલી બધી જગ્યાઓ છે કે તેને લઈને એવું કહી શકાય કે જો ભારતને સારી રીતે જોવું હોય તો જીવનના દસ વર્ષ તમારે આપી દેવા પડે, ભારતની સંસ્કૃતિ અને કલ્ચર એટલું મોટું છે કે તેના વિશે જાણતા અંદાજે 10 વર્ષ તો થઈ જાય અથવા વધારે સમય થાય.જો ધૂળેટીનાવ સમયમાં ફરવાનું વિચારો છો ભારતના આ સ્થળો પર હોળી ધૂળેટીનો અલગ નજારો હોય છે અને ત્યાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે.
પહેલા નંબર પર છે મથુરા-વૃંદાપવન – મથુરા-વૃંદાવનમાં રમવામાં આવતી ફૂલોની હોળી વિશ્વભરમાં પ્રખ્યાત છે.આ હોળીને જોવા માટે વિદેશી પર્યટકો પણ અહીં આવે છે. અહીં હોળી 7 દિવસ પહેલા જ શરૂ થઈ જાય છે. કૃષ્ણની સખી રાધાનું જન્મ સ્થળ મથુરા જિલ્લાનું બરસાના માનવામાં આવે છે. અહીંની લઠ્ઠમાર હોળી પણ પ્રખ્યાત છે
આ પછી જો વાત કરવામાં આવે તો ઉદયપુર – ઉદયપુરની શાહી હોળીનો આનંદ પણ માણી શકો છો. ઉદયપુરમાં આ દિવસે રાજમહેલથી માણેક ચોક સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ શોભાયાત્રામાં રાજસ્થાનની આન, બાન અને શાન બતાવે છે. શોભાયાત્રામાં હાથી અને ઘોડા સામેલ હોય છે. આ સાથે જ રાજસ્થાની સંગીત આ ઉજવણીને વધુ રંગીન બનાવે છે. આટલા મોટા પાયે હોળીની ઉજવણી ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે
આનંદપુર સાહિબ – પંજાબના આનંદપુર સાહિબની હોળી પણ ખૂબ પ્રખ્યાત છે. આ શહેરની હોળી કમાલની છે. આ હોળીમાં શીખ સમુદાયના લોકો મોટા પ્રમાણમાં ભાગ લે છે. ઉજવણી દરમિયાન માર્શલ આર્ટ્સ, તલવારબાજી અને કુસ્તીના વિવિધ કૌશલ્ય બતાવવામાં આવે છે.