Site icon Revoi.in

ઓછા ખર્ચમાં વિદેશ ફરવાનો પ્લાન બનાવો છો? તો જગ્યા છે બેસ્ટ, આજે જ કરો ટિકિટ બુક

Social Share

ફરવાનું તો ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવું હોય કે જેને ન ગમતું હોય, ફરવા માટે ઘણીવાર લોકો પ્લાન બનાવતા હોય છે પરંતુ તેને લઈને ક્યારેક આર્થિક તકલીફ આવી જતી હોય છે. આવામાં હવે જે લોકોને ફરવા જવું છે તે લોકોએ ચીંતા કરવાની જરૂર નથી કારણ કે મોટા ભાગના લોકો આ દેશોમાં ફરવા જઈ શકશે અને તેને લઈને તેમને કોઈ ચીંતા કરવાની પણ જરૂર રહેશે નહી, કારણ કે આ દેશોમાં ભારતના રૂપિયાની કિંમત વધારે છે.

કંબોડિયાની વાત કરવામાં આવે તો આ દેશ અંગકોરવાટ મંદિરના કારણે આખી દુનિયામાં ફેમસ છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટક પહોંચે છે. કંબોડિયાની કરન્સી કમ્બોડિયન રિઅલ છે. આ દેશમાં એક ભારતીય રૂપિયાની કિંમત 51.47 કમ્બોડિયન રિઅલ છે. એટલે કે રૂપિયાની કિંમત વધુ હોવાના કારણે તમે અહીં બાકી જગ્યાઓની તુલનામાં વધારે શોપિંગ પણ કરી શકો છો.

આઈસલેન્ડની ગણતરી દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાં થાય છે. ટ્રાવેલિંગના શોખીનો અહીં ક્યાંરેકને ક્યારેક ફરવા જરૂર જવું જોઈએ. અહીંની નોર્દર્ન લાઈટ્સ, ઝરણા, ગ્લેશિયર્સ, ‘ધ વેસ્ટફોર્ડ્સ’ અને ફોલોલોઝિકલ મ્યુઝિયમમાં લોકોની ભીડ જામે છે. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 1.65 આઈસલેન્ડિક ક્રોના છે.

વિયતનામ ખૂબ જ સુંદર છે. ફરવા માટે આ એક ખૂબ જ સુંદર દેશ છે. અહીંનું કલ્ચર અને લોકલ ફૂડ ટ્રાવેલર્સને ખૂબ જ પસંદ આવે છે. અહીં એક ભારતીય રૂપિયો 308.22 વિયતનામી દોંગના બરાબર છે. અહીં ઈંડિયાથી ઓછા ખર્ચમાં તમે વઘારે વસ્તુઓ ખાવા-પીવાની સાથે વધારે એન્જોય કરી શકો છો. અહીં ઈનોઈ, હાલાંગ વે, હો ચી મિન્હ સિટી લોગોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે અહીં સસ્તામાં બીચ, લેક અને જંગલ સફારીનો લુફ્ત ઉઠાવવામાં આવે છે.