પ્રવાસ: પેરાગ્લાઈડિંગ કરવાનો શોખ છે? તો આ જગ્યા ફરવાનું કરો નક્કી
ભારતમાં પ્રવાસ માટે હવે એટલા બધા સ્થળો છે કે લોકોને ફરવા જવું હોય તો પણ વિચારવું પડે છે. આ ઉપરાંત સુવિધાઓ પણ એટલી છે કે લોકોને વધારે જગ્યાએ ફરવા માટે ટ્રાન્સપોર્ટ પણ સરળતાથી મળી રહે છે. આવામાં જો વાત કરવામાં આવે એવા લોકોની કે જેને પેરાગ્લાઈડિંગ પસંદ છે તો એ લોકો માટે આ સ્થળે બેસ્ટ સાબીત થઈ શકે છે.
સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો બીર બિલિંગ –કે જે સ્થળ હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. પેરાગ્લાઈડિંગ માટે આ એક ઉત્તમ સ્થળ છે. અહીં પેરાગ્લાઈડિંગ માટે બીર ટેક-ઓફ પોઈન્ટ છે. ઓક્ટોબર મહિનો અહીં પેરાગ્લાઈડિંગ માટે શ્રેષ્ઠ છે.
આ ઉપરાંત ઉત્તરાખંડમાં આવેલું નૈનીતાલ કે જગ્યા ખૂબ જ સુંદર છે. જો તમારે પેરાગ્લાઈડિંગ કરવું હોય તો તમે અહીં પણ જઈ શકો છો. અહીં પેરાગ્લાઈડિંગનો અનુભવ ઘણો અલગ અને શાનદાર હશે. અહીં તમે ચોમાસા સિવાય કોઈપણ સમયે પેરાગ્લાઈડિંગ કરી શકો છો.
મહારાષ્ટ્રમાં સ્થિત પંચગની પણ એક ખૂબ જ સુંદર જગ્યા છે. પેરાગ્લાઈડિંગ કરતી વખતે તમે અહીં સુંદર નજારાનો આનંદ માણી શકશો. તમે અહીં હરિયાળી અને સુંદર ટેકરીઓ જોઈ શકશો. ખરેખર આ જગ્યા ખૂબ જ સુંદર છે. નવેમ્બર મહિનો અહીં ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ છે.