Site icon Revoi.in

પ્રવાસ: તહેવારમાં ફરવા માટે ગુજરાતના આ સ્થળો છે બેસ્ટ

Social Share

આપણા દેશમાં પ્રવાસ, યાત્રા અથવા ફરવાને લઈને એવું કહેવામાં આવે છે કે લોકોને જો કદાચ એક સમય ભૂખ્યા રહેવાનું કહેવામાં આવે તો ભૂખ્યા પણ રહી જાય જો તેમને સામે ફરવાનું મળતું હોય તો, આપનો દેશ યાત્રાળુઓ, પ્રવાસીઓને દેશ છે કે જ્યાં દર તહેવારે કરોડોની સંખ્યામાં લોકો માત્ર ફરવા માટે નીકળે છે અને ટુરીઝમ તો સૌથો મોટો ઉદ્યોગ છે. આવામાં જો વાત કરવામાં ગુજરાતમાં રહેનારા ગુજરાતીઓની કે જે તહેવારના સમયમાં ફરવા જવાનું પ્લાન કરી રહ્યા છે તે તેમના માટે આ સ્થળો સૌથી બેસ્ટ સાબીત થઈ શકે છે. કારણ કે આ સ્થળો જ છે સુંદર અને મસ્ત કે જ્યાં સૌ કોઈને આનંદ આવે.

જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદ પણ ફરવા માટેનું એક મસ્ત સ્થળ છે. અમદાવાદની અનેક ફેમસ જગ્યાઓ તમે એક વાર જુઓ છો તો તમને વારંવાર જોવાની ઇચ્છા થાય એવું છે. અમદાવાદમાં તમે રિવરફ્રન્ટ, કાંકરિયા, લો ગાર્ડન, અડાલજની વાવ તેમજ બીજા અનેક પ્રસિદ્ધ મંદિરોની તમે મુલાકાત લઇ શકો છો. સાબરમતી નદીના કિનારે વસેલું અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાંથી એક છે. આ સાથે જ તમે અમદાવાદમાં ટ્રેડિશનલ માર્કેટમાં ફરવાની મજા પણ લઇ શકો છો.

જો તમે પરિવારની સાથે ફરવાનું પ્લાનિંગ કરો છો તો દ્રારકા તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. દ્રારકા મંદિર એક વાર જોવા જેવું છે. દ્રારકાને સ્વયં શ્રી કૃષ્ણ ધરતી કહેવામાં આવે છે. દ્રારકામાં તમે ઓછા બજેટમાં મસ્ત ફરી લો છો. અહિંયા આસપાસ પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ફરવાની મજા આવે છે.

કચ્છનું રણ તમે જોયું નથી તો તમારે એક વાર ચોક્કસથી જોવું જોઇએ. કચ્છના રણમાં ફરવાની મજા કંઇક અલગ જ હોય છે. અહિંનો નજારો તમારું મન મોહી લે છે. તમે શિયાળાની ઠંડીમાં કચ્છનું રણ જોવા જાવો છો તો તમને હદ વગરની મજ્જા પડી જાય છે. અહિંનો રણ ઉત્સવ બહુ પ્રસિદ્ધ છે. આ સિવાય તમે અહીં નેશનલ પાર્ક, મ્યૂઝિયમ જેવા સ્થળોની પણ મુલાકાત લઇ શકો છો.