Site icon Revoi.in

કોરોનાને પગલે ચારધામની યાત્રા સ્થગિત : ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય

Social Share

દિલ્હીઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજ્યો દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં મોટાભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. એટલું જ હરિદ્વારમાં પવિત્ર કુંભ મેળો પણ કોરોનાને પગલે પહેલો પૂર્ણ કરવામાં આવ્યો છે. દરમિયાન ઉત્તરાખંડ સરકારે આ વર્ષે થનારી ચારધામ યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જોકે પુજારીઓ મંદિરમાં ધાર્મિક વિધી કરી શકશે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાની સ્થિતિને જોતા ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે, માત્ર પુજારીઓને પૂજા અને બાકી અન્ય ધાર્મિક વિધિ કરવાની મંજૂરી અપાશે. 14 મેના રોજ યમુનોત્રી મંદિરના કપાટ ખુલ્યાની સાથે જ ચાર ધામ યાત્રાની શરૂઆત થવાની હતી. ગત વર્ષે પણ ઉત્તરાખંડ સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ચારધામ યાત્રા પર રોક લગાવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે પહેલી જુલાઈથી શ્રદ્ધાણુઓ માટે ચારધામ યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન શ્રદ્ધાણુ સામે અનેક શરતો મૂકવામાં આવી હતી.

ગત વર્ષે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં રાજ્ય સરકારે કેટલીક શરતો સાથે અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને ચારધામ યાત્રા પર આવવાની મંજૂરી આપી હતી, પરંતુ આ વખતે ચારધામ યાત્રાને પૂર્ણ રીતે રદ કરવામાં આવી છે. ચારધામ યાત્રા ઉત્તરાખંડ માટે રોજગારની વિશાળ તક આપે છે, પરંતુ તેના રદ થવા થવાથી વેપારી ચિંતામાં ગરકાવ થયાં છે.