Site icon Revoi.in

સાઉથ ઈન્ડિયામાં કરો પ્રવાસ- આ સ્થળો પર કુદરતી સાનિધ્ય વચ્ચે મળશે શાંતિ અને સાથે જ સૌંદર્યની ઝલક

Social Share

ઉનાળો આવતા જ લોકોને ઠંડા અને કુદરતના સાનિધ્યામાં વસેલા સ્થળો જોવાનું મન થાય છે અને લોકો અહીની મુલાકાતે ફરવા માટે આવતા હોય છે, ત્યારે સાઉથ ઈન્ડિયા પણ એક એવું પ્લેસ છે જ્યા કુદરતના સૌદ્ર.નો ખજાનો ાવેલો છે, જો તમે મે મહિનામાં પ્લાન કરી રહ્યા છો તો ચોક્કસ આ જગ્યાઓ પર જજો અહી તમને ખૂબ સુંદર અનુભવ થશે.

ખાસ કરીને તમિલનાડૂમાં આવેલા ઉટી અને કુન્નુર તે સૌથી સારી જગ્યાઓમાની એક જગ્યા છે.ઉનાળામાં અહીં મુલાકાત લેવી ખૂબ જ યાદગાર અને જોવાલાયક છે.આ સાથે જ અહીના રસ્તાઓ સુદરતાથી ભરેલા છે, મન મોહીત થાય તેવા દ્રશ્યો આ વિસ્તારમાં જોવા મળે છે.

હિલ સ્ટેશનને મનોરમ પહાડી ક્ષેત્ર કહે છે. ભારતમાં પહાડીઓની વિશાલ લાંબી સુંદર અને અદ્ભુત શ્રૃંખલા છે. એક બાજુ જ્યાં વિંધ્યાચલ, સતપુડા પર્વતો છે,બીજી બાજુ અરવલ્લીની ટેકરીઓ. કાશ્મીરથી કન્યાકુમારી સુધી, ભારતમાં એકથી એક અદભૂત પર્વતો, પર્વતોની શ્રેણીઓ અને સુંદર અને મનોહર ખીણો છે.

ટોય ટ્રેન કુન્નુરથી ઉટી સુધી ચાલે છે, જે પ્રવાસીઓ માટે અનુકૂળ અને આનંદદાયક છે. વેલિંગ્ટનના કેન્ટોનમેન્ટ એરિયા સાથે કુન્નુરથી ઉટી વચ્ચે ટ્રેન મુસાફરીની ખૂબ ભલામણ કરવામાં આવે છે. સુંદર દ્રશ્યો જોઇ શકાય છે. અહીં જોવા માટેની જગ્યાઓ હેરિટેજ ટ્રેન, સિમ પાર્ક, વેલિંગ્ટન ગોલ્ફ કોર્સ, ડોલ્ફિન નોઝ, હાઇફિલ્ડ ટી ફેક્ટરી, લેમ્બ રોક અને ડ્રૂગ ફોર્ટ છે.

જો તમે પહેલેથી જ ઉટી  પહોંચી ગયા છો તો કૂનુરની મુલાકાત લેવામાં કોઈ નુકસાન નથી. તે ઉટીથી થોડા અંતરે આવેલું છે. કુન્નુર એક નાનકડા વિસ્તારમાં નીલગિરિ પર્વત પર આવેલું એક નાનકડું શહેર છે, જે તેની ચારે બાજુથી વિન્ડિંગ ટેકરીઓ, ચા અને કોફીના બાગથી ઘેરાયેલું છે.