- રેલ્વે યાત્રીઓને આપશે આ ખાસ સુવિધા
- તહેવારોમાં દોડાવશે 40 જોડી વધારાની ટ્રેન
- દિવાળી, છઠ્ઠ પૂજા અને દેશરામાં યાત્રીઓની યાત્રા બનશે સરળ
દિલ્હીઃ કોરોના સંક્રમણને કારણે દેશમાં મર્યાદિત સંખ્યામાં ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જો કે આવનારા તહેવારોમાં મુસાફરોને તકલીફ પડી શકે છે, જેને જોતા રેલ્વે વિભાગે કેટલીક ખાસ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે અને આગામી દિવસોમાં કેટલીક વધુ ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે.
આવનારા તહેવારોને કારણે આગામી દિવસોમાં મુસાફરો માટે ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ છે. સૌથી વધુ ભીડ પૂર્વ દિશામાં દોડતી ટ્રેનોમાં જોવા મળે છે. દશેરા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન પૂર્વ જતી ટ્રેનોમાં મોટાભાગની જગ્યા રહેતી નથી જેને લઈને રેલ્વેએ વધુ ટ્રેનનું સંચાલન કરવાનો નિર્ણય લીધો છે.
દરેક ટ્રેનોમાં હાલ કન્ફર્મ ટિકિટને લઈને યાત્રીઓએ હાલાકી ઙોગવવી પડી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં આમ ન થાય તે માટે 40 જોડી ટ્રેનનું સંચ્લાન કરવામાં આવશે.રેલવે અધિકારીઓનું આ અંગે કહેવું છે કે ઉત્તરી રેલવે દ્વારા 40 જોડી તહેવાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાંની ઘણી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. વધુ ટ્રેનોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. જરૂર જણાય તો ખાસ ટ્રેનોની સંખ્યા પણ વધારવામાં આવશે. આ માટે દરેક માર્ગનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
તહેવારના દિવસો દરમિયાન, ટિકિટો બ્લેકમાં વેંચવામાં આવતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે કર્મચારીઓની વિશેષ ટીમ બનાવવામાં આવી રહી છે. આરક્ષણ કેન્દ્રો, રેલવે સ્ટેશન તેમજ ટ્રાવેલ એજન્સીઓ પર પણ નજર રાખવામાં આવશે.
આ બાબતને લઈને દેશની જનતાને ઇન્ટરનેટ મીડિયા દ્વારા સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. લોકોને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન , રિઝર્વેશન સેન્ટર્સ અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સની વેબસાઇટ પરથી ટિકિટ લેવાની અને બુક કરવાની સલાહ આપવામાં આવી રહી છે.