- કોરોના વધતા સરકારો ચિંતિત
- દિલ્હી સરકારનો મોટો નિર્ણય
- કોરોના રીપોર્ટ નેગેટીવ આવવો ફરજિયાત
સરકારો ફરી એકવાર કોરોનાના વધતા જતા કેસોને કારણે ચિંતિત થઇ ગઇ છે. હાલમાં દેશના 5 રાજ્યોની સ્થિતિ ચિંતાજનક જણાવાઈ રહી છે,જેમાં મહારાષ્ટ્ર, કેરળ, છતીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાંથી સામે આવી રહેલા કોરોનાના કેસોને જોતાં દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર,કેરળ,છત્તીસગઢ,મધ્યપ્રદેશ અને પંજાબથી દિલ્હી આવતા લોકોને દિલ્હીમાં એન્ટ્રી લેતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડશે. તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તેને દિલ્હી પ્રવેશ મળશે. આ નિર્ણય અંગેનો ઓપચારિક આદેશ આજે એટલે કે 24 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવશે.
હકીકતમાં કેટલાક રાજ્યોમાં કોરોના વધતા જતા કેસોને કારણે દિલ્હી સરકાર સજાગ થઇ ગઇ છે. દિલ્હીની જનતાને સુરક્ષિત રાખવા માટે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, 5 રાજ્યોથી દિલ્હી આવતા લોકોને કોરોના નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે.નેગેટીવ આરટી-પીસીઆર બતાવ્યા પછી જ મહારાષ્ટ્ર,કેરળ,છત્તીસગઢ,મધ્યપ્રદેશ અને પંજાબથી દિલ્હી આવનારા લોકોને દિલ્હીમાં પ્રવેશ મળશે.
મળતી માહિતી મુજબ છેલ્લા 1 અઠવાડિયામાં નવા કોરોના કેસમાંથી 86% કેસ આ પાંચ રાજ્યોના છે,જેના પછી દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે. આ પાંચ રાજ્યોના નોડલ અધિકારીને અહીંથી દિલ્હી જતા લોકોના 72 કલાક જુનો નેગેટીવ આરટી-પીસીઆર ટેસ્ટ રીપોર્ટ સુનિશ્ચિત કરે ત્યારબાદ જ દિલ્હી તરફ પ્રસ્થાન કરવા દે
આ આદેશ 26 ફેબ્રુઆરી શુક્રવારની મધ્યરાત્રિથી 15 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી લાગુ રહેશે. આ આદેશ ફ્લાઇટ,ટ્રેન અને બસ દ્વારા દિલ્હી આવતા મુસાફરોને લાગુ થશે, જ્યારે કાર દ્વારા દિલ્હી આવતા મુસાફરો તેનાથી બહાર રહેશે.
-દેવાંશી