રાત્રીના સમયે પણ આ જગ્યાઓ પર કરી શકાય છે ટ્રેકિંગ,જાણો તે સ્થળ વિશે
ભારતમાં મોટી સંખ્યામાં લોકો એવા છે કે જે લોકોને ટ્રેકિંગ વધારે પસંદ હોય છે. પણ કેટલાક લોકોને એવા સ્થળો વિશે જાણ નથી કે જ્યાં રાત્રીના સમયે પણ ટ્રેકિંગ કરી શકાય છે. આમ તો મોટાભાગના સ્થળોએ ડે ટ્રેકિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ યાદીની વાત કરવામાં આવે તો પહેલા છે રાજમાચી ટ્રેક – આ ટ્રેક બે લોકપ્રિય હિલ સ્ટેશન લોનાવાલા અને કર્જત વચ્ચે આવેલું છે. તેની ઊંડી ખીણ, ધોધ અને અન્ય કુદરતી વસ્તુઓ તેને વધુ ખાસ બનાવે છે. જોકે, રાત્રે અહીં ટ્રેકિંગ કરવાની એક અલગ જ મજા છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં આવેલા હરિશ્ચંદ્રગઢ ટ્રેકની તો હાજર આ સ્થળને ટ્રેકિંગની દૃષ્ટિએ ખૂબ જ મુશ્કેલ ટ્રેક માનવામાં આવે છે. આ સ્થાન પર ટ્રેકિંગ કરતી વખતે તમે હરિશ્ચંદ્રગઢ મંદિર અને રહસ્યમય ગુફાઓ જોઈ શકો છો. તમે આ ટ્રેક પર એક અલગ અનુભવ મેળવી શકો છો.
બિલીકલ રંગાસ્વામી બેટ્ટા જગ્યા જે એક ટેકરી છે, જે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના કનકપુરા શહેરમાં આવેલી છે. રાત્રે ટ્રેકિંગ કરવા માટે આ ટેકરી ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં એક મંદિર છે, જે ભગવાન રંગનાથ સ્વામીને સમર્પિત છે. ધોત્રેયા-તુંગલા ટ્રેક પણ સરસ છે – લીલાછમ જંગલો, સુંદર ફૂલો અને જંગલી પ્રાણીઓ માટે પ્રખ્યાત આ ટ્રેક રાત્રિના ટ્રેકિંગ માટે પણ પસંદ કરી શકાય છે. પશ્ચિમ બંગાળમાં સ્થિત આ ટ્રેક દાર્જિલિંગની નજીક હોવા માટે ખૂબ જ પ્રખ્યાત છે.