- રાજ્યોના બે જિલ્લામાં શરૂ થશે ટ્રાયલ
- વેક્સીનેશન પહેલાં થશે મોકડ્રીલ
- કોવિન એપ પર શેર કરાશે માહિતી
જલંધર: કોરોના વાયરસના વેક્સીનેશન પહેલા થનાર ટ્રાયલ સોમવારથી પંજાબ સહિત ચાર રાજ્યોમાં શરૂ થવા જઈ રહ્યા છે, જે મંગળવાર સુધી ચાલશે. આ રાજ્યોના બે-બે જિલ્લામાં વેક્સીનેશનની તૈયારીઓનું ટ્રાયલ થશે. આ દરમિયાન વેક્સીનેશન પહેલાં એક પ્રકારની મોકડ્રીલ થશે. આ દરમિયાન કોઈને વેક્સીન આપવામાં આવશે નહીં, પરંતુ પ્રક્રિયાનું પાલન સંપૂર્ણપણે કરવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે,પંજાબ, આંધ્રપ્રદેશ, અસમ અને ગુજરાતમાં આ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ રાજ્યોમાં વેક્સીનેશનથી જોડાયેલ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. તૈયારીઓનો હિસ્સો લેવા માટે વેક્સીનેશન પહેલાં તમામ બિંદુઓની તપાસ કરવી જરૂરી છે.
આ દરમિયાન કોલ્ડ ચેનથી લઈને લોકોની નોંધણી અને રસી બૂથ પર ડોઝ દેવા સિવાય તબીબી સર્વેલન્સ કેવી રીતે કરવામાં આવશે. તેનો સંપૂર્ણ અભ્યાસ જિલ્લા ટીમ કરશે.
જિલ્લા પ્રશાસન કોવિન એપ અને વેબસાઇટ પર લોગ-ઇન કરીને માહિતી શેર કરશે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, 29 ડિસેમ્બર સુધી બે દિવસ આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
શારીરિક અંતરને ધ્યાનમાં રાખીને વેક્સીનેશન કાર્યક્રમ કેવી રીતે કરવામાં આવશે. તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર પણ આ અંગે સંપૂર્ણ નજર રાખશે. કાર્યક્રમ સાથે સંબંધિત રૂપરેખા અને માર્ગદર્શિકા સંબંધિત રાજ્યોને મોકલવામાં આવી છે.
ભારતમાં રસીકરણ માટે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ નવ હજારથી વધુ કર્મીઓને તાલીમ આપવામાં આવી છે. સમગ્રદેશમાં 29 હજાર જેટલા કોલ્ડ ચેઈન પોઈન્ટ ઉભા કરાયા છે, જ્યાં સ્ટોરેજના 85 હજારથી વધારે સાધનો તૈયાર કરાયા છે.જો કે ભારતમાં વેક્સિન લેવા માંગતા તમામે તમામ નાગરિકોએ નોંધણી ફરજિયાત કરાવાની રહેશે.
-દેવાંશી