Site icon Revoi.in

અમદાવાદ-બોટાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઈન પર પ્રથમ પેસેન્જર ટ્રેનની ટ્રાયલ પૂર્ણ,

Social Share

બોટાદઃ અમદાવાદ – બોટાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઇન પર પ્રથમ પેસેન્જર ટ્રેનની ટ્રાવેલ્સ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી છે. ટૂંક સમયમાં ભાવનગર ગાંધીગ્રામ ઇન્ટરસિટી, બોટાદ ગાંધીગ્રામ ડેમુ ટ્રેન અને અન્ય એક લોકલ ટ્રેન ચલાવવા માટેનું સમયપત્રક બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. લોથલ-ગાધીગ્રામ વચ્ચેનું ઇન્સ્પેક્શન કાર્ય પૂર્ણ થયા બાદ પ્રથમ પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવી હતી,

ભાવનગર-બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે મેલ-એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી હતી, જેમાં ધંધુકા, ધોળકા તથા બાવળા ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યા હતા. રિટર્નમાં ગાંધીગ્રામ-બોટાદ-ભાવનગર લોકલ ટ્રેન ચલાવવામાં આવી હતી, જેમાં તમામ સ્ટેશન પર ટ્રેન રોકવામાં આવી હતી. બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે એક ડેમુ ટ્રેન, જેમાં બંને તરફ એન્જિન હોય છે, તથા ત્રણ ડબ્બાવાળી ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. અને વાસ્તવમાં બે સ્ટેશન વચ્ચે કેટલો સમય લાગે છે? તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાદમાં આ રૂટની ટ્રેનનું સમય પત્રક બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

ટૂંક સમયમાં ભાવનગર રેલવે ડિવિઝન તળે બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે ડેમુ ટ્રેન તથા ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન અને એક લોકલ ટ્રેન શરૂ કરવાની રેલવે બોર્ડમાં કામગીરી આગળ ધપી છે. બોટાદથી અમદાવાદ વચ્ચે અગાઉ મીટરગેજ લાઈન હતી જેને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી છે. ભાવનગર થી અમદાવાદ હવે ટ્રેન માર્ગે માત્ર 4 કલાકમાં પહોંચી શકાશે. અગાઉ ભાવનગરથી અમદાવાદ જવા માટે વાયા સુરેન્દ્રનગર વિરમગામ થઈને જવું પડતું હતું જેના કારણે પાંચ કલાકથી વધુનો સમય ટ્રેનને લાગતો હતો.(file photo)