દિલ્હીઃ- દેશના રાજ્ય મણીપુરમાં છએલ્લા મે મહિનાની શરુઆતથી હિંસાનો દોર ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં અહીના એક આદિવાસી ગૃપ એ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે.જાણકારી પ્રમાણે તેમએ પોતાની વાતો અને મોંગો રજૂ કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરમાં કુકૈઈ અને મતેઈ બે સમુદાયો વચ્ચે હિંસા ચાલુ છે. અશાંત મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસરૂપે, રાજ્યના આદિવાસીઓનું એક જૂથ બુધવારે અહીં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યું અને તેમની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે ઈન્ડિજિનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ ના એક પ્રતિનિધિમંડળે ગૃહમંત્રી સાથે વાતચીત ચીત કરી છે. આ જૂથની તેની પાંચ મુખ્ય માંગણીઓના ઉકેલની માંગણી કરી રહી છે, જેમાં મણિપુરથી સંપૂર્ણ અલગ થવું અને કુકી-ઝો સમુદાયના સભ્યોના મૃતદેહોને દફનાવવાનો સમાવેશ થાય છે. મૃતદેહો હાલમાં ઇમ્ફાલમાં પડ્યા છે અને જૂથ તેમને ચુરાચંદપુર લાવવાની માંગ કરવામાં આવી છે.