- લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ
- ભારતીયોને સક્ષમ થવા માટે નારો આપ્યો
- જય જવાન જય કિસાન
દિલ્હી:ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી કે જેમણે ભારતીયોને સક્ષમ અને મજબૂત થવા માટે નારો આપ્યો હતો અને કહ્યું હતું કે,જય જવાન જય કિસાન..એ વડાપ્રધાનની આજે જન્મજયંતિ છે. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર રેલવે ટાઉન મુગલસરાયમાં થયો હતો.
આજે તેમની જન્મજયંતિ પર આપણે તેમના વિશે કેટલીક એવી વાત જાણીશું જેને જોઈને કોઈને પણ પ્રોત્સાહન મળે. લાલ બહાદુર શાસ્ત્રીના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું. તેમની માતા તેમના ત્રણેય સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઇને વસ્યા હતા. એ નાના એવા શહેરમાં લાલ બહાદુરની સ્કૂલની શિક્ષા કંઇ ખાસ રહી નહોતી પરંતુ ગરીબીનો માર પડવા છતાં તેમનું બાળપણ પર્યાપ્તરૂપે આનંદમય રહ્યું હતું.
મોટા થવાની સાથે જ લાલ બહાદુર શાસ્ત્રી વિદેશી ગુલામીમાંથી આઝાદી માટે દેશના સંઘર્ષમાં વધારે રસ દાખવવા લાગ્યા. તેઓ ભારતમાં બ્રિટિશ શાસનનું સમર્થન કરી રહેલા ભારતીય રાજાઓની મહાત્મા ગાંધી દ્વારા કરાયેલી નિંદાથી અત્યંત પ્રભાવિત થયા હતા.
મહાત્મા ગાંધીના આ આહવાન પર પોતાનું ભણતર છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. તેમના આ નિર્ણયે તેમની માતાની આશાઓ તોડી નાંખી. તેમના પરિવારે તેમના આ નિર્ણયને ખોટો ગણાવીને તેમને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પંરતુ તેઓ નિષ્ફળ રહ્યાં. લાલ બહાદુરે પોતાનું મન મનાવી લીધું હતું.
બહારથી વિનમ્ર દેખાતા લાલ બહાદુર અંદરથી ખડક જેવા દ્રઢ હતા. મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં ભાગ લેવાને કારણે તેઓ કુલ સાત વર્ષો સુધી બ્રિટિશ જેલમાં રહ્યા હતા.
1964માં જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા.. તેમના શાસકનકાળ દરમિયાન વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. તે સમયે દેશમાં ભયંકર દુકાળ પડ્યો હતો અને ખાદ્ય ચીજોની નિકાસ શરૂ થઇ. સંકટને ટાળવા માટે તેમણે દેશવાસીઓને એક દિવસનો ઉપવાસ રાખવાની અપીલ કરી હતી. આ સાથે જ કૃષિ ઉત્પાદનમાં આત્મનનિર્ભરતા માટે ‘જય જવાન, જય કિસાન’નો નારો આપ્યો.
જો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તથા અન્ય નેતાઓએ પણ લાલ બહાદુર શાસ્ત્રીને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી અને તેમને યાદ કર્યા.
पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी को उनकी जयंती पर शत-शत नमन। मूल्यों और सिद्धांतों पर आधारित उनका जीवन देशवासियों के लिए हमेशा प्रेरणास्रोत बना रहेगा।
— Narendra Modi (@narendramodi) October 2, 2021