સંસદભવન ઉપર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી
નવી દિલ્હીઃ દેશના સંસદભવન ઉપર થયેલા આતંકવાદી હુમલાની 21મી વરસીએ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહ સહિતના આગેવાનોએ દેશની રક્ષા માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
સંસદભવન પર થયેલ આતંકીહુમલાની આજે 21મી વરસી છે. 13 ડિસેમ્બર 2001ના દિવસે પાકિસ્તાનથી આવેલા પાંચ આંતકીઓએ લોકતંત્રના પવિત્ર મંદિર સંસદભવન પર હુમલો કર્યો હતો. આ હુમલો સંસદના શિયાળુસત્ર દરમિયાન થયો હતો. આ દરમિયાન નવ સુરક્ષા જવાનોએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતી આપી હતી. આજે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અગ્રણીઓએ શહીદોને પુ્ષ્પાજંલી અર્પી હતી.