ચીનમાં વાયરસનો ટ્રિપલ એટેક,કોરોનાથી રાહત મળી તો ઈન્ફલ્યુએન્ઝા અને નોરાવાયરસે મચાવ્યો કહેર
દિલ્હી:ચીન એક વાયરસ ફેલાવતો દેશ બની રહ્યો છે, જે વિશ્વને તબાહ કરી શકે છે.કોરોના પછી હવે અહીં ઈન્ફ્લુએન્ઝા અને નોરાવાયરસના કેસ વધી રહ્યા છે.ચીનના બેઇજિંગ સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે ઈન્ફલ્યુએન્ઝાના કેસ કોરોનાવાયરસને પાછળ છોડીને બેઈજિંગમાં સૌથી ખતરનાક વાયરસ બની ગયા છે કારણ કે સમગ્ર દેશમાં ઈન્ફલ્યુએન્ઝા પોઝીટીવીટી દરમાં વધારો થયો છે.
આના કારણે ચીનના શહેરોમાં પાછલા વર્ષોની સરખામણીમાં ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળશે કે, કેમ તે અંગે ચર્ચાઓ થઈ છે અને શું કોવિડ-19, ઈન્ફલ્યુએન્ઝા અને નોરાવાયરસ પાયમાલ મચાવશે? બેઇજિંગ સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલના ડેટા દર્શાવે છે કે ઈન્ફલ્યુએન્ઝાએ 13 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરી વચ્ચે બેઇજિંગમાં વિનાશ વેરેલા કોરોનાવાયરસને પાછળ છોડી દીધો છે.આ દરમિયાન, ચીનના તિયાનજિન, હાંગઝોઉ સહિત ઘણા શહેરોની શાળાઓમાં, ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળવાના કારણે વિદ્યાર્થીઓના વર્ગો ઘણી વખત બંધ કરવા પડ્યા છે.
23 ફેબ્રુઆરીના રોજ ઈન્ફલ્યુએન્ઝા પર ચાઈના સીડીસી સાપ્તાહિક અહેવાલ દર્શાવે છે કે દેશમાં ઈન્ફલ્યુએન્ઝાની હકારાત્મકતા દર પાછલા સપ્તાહની સરખામણીમાં સતત વધી રહ્યો છે. ઈન્ફલ્યુએન્ઝા A (H1N1) પ્રકાર ઈન્ફલ્યુએન્ઝાના કુલ નમૂનાના 71% છે, જે સૌથી વધુ ટકાવારી છે.અહેવાલ મુજબ, પેકિંગ યુનિવર્સિટી ફર્સ્ટ હોસ્પિટલના શ્વસન નિષ્ણાત વાંગ ગુઆંગફાએ જણાવ્યું હતું કે, “આ સિઝનમાં ઈન્ફલ્યુએન્ઝાના ફેલાવાને જોવું આશ્ચર્યજનક નથી, ખાસ કરીને જ્યારે જાહેર સ્થળોએ માસ્ક ઓછા પહેરવામાં આવે છે, જે ઈન્ફલ્યુએન્ઝાના ફેલાવા માટે એક આધાર છે.”