Site icon Revoi.in

ત્રિપુરાઃ ગેરકાયદે ઘુસણખોરી કરનાર 18 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયાં

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ દરમિયાન ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. હવે ત્રિપુરામાં પોલીસે 18 બાંગ્લાદેશી નાગરિકો અને તેમને મદદ કરવાના આરોપસર પાંચ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે 3 સ્થળો ઉપર દરોડા પાડીને ઘુસણખોરોને ઝડપી લેવામાં આવ્યાં હતા.

સહાયક મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) અનંત દાસે જણાવ્યું હતું કે, ‘પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ત્રિપુરાના ગુમતી જિલ્લાના લામપરાપારામાં બાંગ્લાદેશી નાગરિકોનું એક જૂથ હાજર છે. માહિતી મળ્યા પછી, પોલીસે દરોડા પાડ્યા અને આઠ લોકોની અટકાયત કરી હતી. આ ઉપરાંત પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના સિધાઈ વિસ્તારમાંથી સાત બાંગ્લાદેશી નાગરિકો અને પાંચ ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. એક અલગ ઓપરેશન દરમિયાન, પશ્ચિમ ત્રિપુરાના એમબીબી એરપોર્ટ વિસ્તારમાંથી ત્રણ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.

અનંત દાસે વઘુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા સરહદ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં તાજેતરમાં સરકાર બદલાયા બાદ ભારત સાથેની સરહદ પર ઘૂસણખોરીના અહેવાલો છે. પોલીસનું કહેવું છે કે સર્વેલન્સનો હેતુ ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને રોકવાનો છે. આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) અનંત દાસે વધુમાં કહ્યું કે, ‘પોલીસ દ્વારા સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે અને તેના કારણે 18 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ શક્ય બની છે. બીએસએફના જવાનોના સહયોગથી અમે પેટ્રોલિંગ ચાલુ રાખીશું.

 

#IllegalImmigration, #BorderSecurity, #TripuraNews, #BangladeshiImmigrants, #CrossBorderIssues, #NationalSecurity, #ImmigrationArrest, #SecureBorders, #TripuraUpdate, #IllegalEntry