દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ આ જાણકારી આપી.વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, શાહ રવિવારે 11.30 વાગ્યે એમબીબી એરપોર્ટ પહોંચશે અને સોમવારે ખોવાઈ જિલ્લાના ખોવાઈ અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સંતિર બજારમાં બે રેલીઓને સંબોધિત કરશે.આ પછી તેઓ અગરતલામાં રોડ શોમાં હાજરી આપશે.
બીજેપી નેતાએ કહ્યું કે,ગૃહમંત્રીની રેલીઓને લગતી તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી માણિક સાહા અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ નબાદલ બનિક સાથે ખોવાઈ અને સંતીર બજારની મુલાકાત લીધી.બીજી તરફ, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે કહ્યું કે,કેન્દ્રીય ગૃહ પ્રધાનના નેતૃત્વમાં યોજાનાર રોડ શોને ધ્યાનમાં રાખીને અગરતલામાં સુરક્ષા કડક કરવામાં આવી છે.અગાઉ, શાહે 5 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઉત્તર ત્રિપુરાના ધર્મનગર અને દક્ષિણ ત્રિપુરામાં સબરૂમ ખાતે બે રથયાત્રામાં ભાગ લઈને વિધાનસભા ચૂંટણી માટે પક્ષના અભિયાનની શરૂઆત કરી હતી.
ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ પક્ષના ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા માટે 7 ફેબ્રુઆરીએ ત્રિપુરાની મુલાકાતે જવાના છે.60 સભ્યોની ત્રિપુરા વિધાનસભા માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે.ભાજપે રાજ્યની 55 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે, જેમાં સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT) માટે પાંચ બેઠકો છોડી છે.ત્રિપુરામાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 36 બેઠકો જીતી હતી, જ્યારે આઈપીએફટીના ઉમેદવારો આઠ બેઠકો પર વિજયી થયા હતા.