યુપીના સીએમ યોગી પરથી મુસીબત ટળી – હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાતા તાત્કાલિક લેન્ડિંગ કરાયું
- સીએમ યોગીના હેલિકોપ્ટર સાથે દૂર્ઘટના ટળી
- હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાતા તરત લેન્ડિંગ કરાવાયું
લખનૌઃ- આજરોજ રવિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પરથીસ જાણે મોટી મુસીબત ટળી ચે, પ્રાપ્ત જાણકા્રી પ્રમાણે તેમના હેલિકોપ્ટરનું હવામાં અકસ્માત થતા અટક્યું છે જો કે મોટી દૂર્ઘટના ટળી છે.
મળતી માહિતી મુજબ વારાણસીમાં રવિવારે સવારે, મુખ્યમંત્રી યોગીના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાવાને કારણે સાવચેતીના પગલા તરીકે પોલીસ લાઇન ગ્રાઉન્ડ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું હતું. જેના કારણે સીએમ યોગી આદિત્યનાથ પોલીસ લાઈન ગ્રાઉન્ડથી સર્કિટ હાઉસ પરત આવ્યા હતા.
જો કે હવે સીએમ રોડ માર્ગે બાબતપુર એરપોર્ટ જશે. પોલીસ લાઈન ગ્રાઉન્ડ પરથી ટેકઓફ કર્યા બાદ પિસૌર પુલ પાસે આકાશમાં સીએમ યોગીના હેલિકોપ્ટરમાં બર્ડ હિટ થયું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે સાંજે બે દિવસની મુલાકાતે વારાણસી આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીની મુલાકાત જુલાઈમાં પ્રસ્તાવિત છે. સીએમ યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી
ત્યાર બાદ યોગીજી આજે સવારે 9 વાગ્યાની આસપાસ તેઓ સર્કિટ હાઉસથી પોલીસ લાઈન ગ્રાઉન્ડથી લખનૌ જવા નીકળ્યા હતા. જ્યારે સીએમ યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર પોલીસ લાઈન ગ્રાઉન્ડ પરથી ઉડાન ભર્યાના થોડા સમય બાદ પાછું લેન્ડ થયું ત્યારે પોલીસ અને વહીવટી કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
સીએમ યોગી આદિત્યનાથ જ્યારે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતર્યા ત્યારે જાણવા મળ્યું કે પિસૌર બ્રિજ પાસે 1550 ફૂટની ઊંચાઈએ આકાશમાં એક પક્ષી હેલિકોપ્ટર સાથે અથડાયું હતું.જો કે તરત સાવચેતીનું પગલું ભરતા કોઈ પણ નુકશાન કે એકસ્માત નથી થયું