Site icon Revoi.in

ટાલ પડવાની સમસ્યાથી પરેશાન છો ? તો બીટરૂટના હેર પેકનો કરો ઉપયોગ

Social Share

યુવાનોમાં નાની ઉંમરમાં ટાલ પડવાની સમસ્યા થવા લાગે છે.બીટરૂટ આ સમસ્યા માટે સુપર ફૂડ સાબિત થઈ શકે છે.તેનાથી વાળ અને માથા પર કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થશે નહીં. આ હેર પેકની મદદથી ટાલ પડવાની સમસ્યા દૂર થશે.તમારા વાળ ખરતા અટકી જશે.તેથી આ હેર પેક આપણા માટે ખુબ ફાયદાકારક છે..જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો તમે બીટરૂટના હેર પેકનો ઉપયોગ કરી શકો છો.તમે બીટરૂટના હેર પેકની મદદથી વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.તેની સાથે આ હેર પેક વાળને મજબૂત બનાવે છે.અહીં તમને બીટરૂટમાંથી બનતા હેર પેક વિશે માહિતી જાણવા મળશે.તેને બનાવવા માટે આ વસ્તુઓની જરુર પડશે.

અડધો કપ બીટરૂટનો રસ

બે મોટી ચમચી આદુનો રસ

બે ચમચી ઓલિવ તેલ

બીટરૂટનો હેર પેક આ રીતે બનાવો

બીટરૂટનો હેર પેક બનાવવા માટે એક પાત્ર લો.તે પાત્રમાં અડધો કપ બીટરૂટનો રસ નાખો.ત્યારબાદ તેમાં બે ચમચી આદુનો રસ નાખો.તેમાં બે ચમચી ઓલીવ તેલ નાખો.આ તમામ વસ્તુને સારી રીતે મિશ્રત કરો.આ રીતે તમારો બીટરૂટનો હેર પેક તૈયાર થશે.આ હેર પેકને થોડુ થોડુ કરીને વાળ અને માથા પર લગાવો. તેનાથી ધીરી ધીરે વાળ અને માથાની મસાજ કરો. આ હેર પેકને 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ તે હેર પેકવાળા વાળને પાણીથી ધોઈ લો. આ હેર પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. તેનાથી તમારી ટાલ પડવાની સમસ્યા દૂર થશે.