Site icon Revoi.in

ધ્રાંગધ્રા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટ્રક અથડાતા લાગેલી આગમાં ડ્રાઈવર ભૂંજાયો

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ધ્રાંગધ્રા હાઈવે પર અકસ્મોતનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં શનિવારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ધ્રાંગધ્રા-હરિપર રોડ ઉપર વહેલી સવારે  કેમિકલ ભરેલા ટેન્કર અને લોડર ગાડી એકબીજા સાથે અથડાતાં ભીષણ આગી લાગી ઉઠી હતી. આ આગમાં ટેન્કરનો ડ્રાઇવર જીવતો ભૂંજાયો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, ધ્રાંગધ્રા હાઈવે પર હરિપર નજીક સવારના સમયે ટેન્કર અને લોડર એકબીજા સાથે ટકરાયા બાદ  પાછળ આવતાં અન્ય ત્રણ વાહનો પણ એકબીજામાં ઘુસી જતાં અકસ્માક સર્જાયો હતો અકસ્માતને લીધે  ત્રણ વાહનો પણ સળગી ઉઠ્યાં હતાં. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દાડી આવ્યો હતો. તેમજ ઘટનાને પગલે ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર અને હળવદના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,  હાઈવે ઉપર અચાનક જ ટેન્કર અને લોડર ગાડી સામસામે ટકરાતાં પાછળ આવતી ત્રણ લોડર ગાડી પણ એમાં ઘુસી ગઇ હતી. એટલે ટોટલ પાંચ વાહનો સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળ ઉપર ટેન્કર અને લોડર ટકરાતાંની સાથે જ વિકરાળ આગ લાગી હતી. જેમાં ટેન્કરનો ડ્રાઇવર ભોળારામ સતારામ ટેન્કરમાં જીવતો ભૂંજાઇ ગયો હતો. આ અકસ્માતમાં  ટેન્કર અને લોડર ઘટનાસ્થળ પર જ બળીને ખાખ બની ગયા છે. પોલીસ તંત્ર આ ડ્રાઈવરના પરિવારજનોને જાણકારી આપવામાં આવી છે. ગાંધીધામથી કેમિકલ ભરી અને અમદાવાદ તરફ આ ટેન્કર જતું હોવાનું જાણવા મળ્યું છે. હાઇવે ઉપર એક જ માલિકના અને એક જ કંપનીના ત્રણ ટેન્કરો એક સાથે પસાર થઇ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માતમાં આગ લાગવાની ઘટના બનતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી જવા પામી છે. પોલિસ આગળની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ અકસ્માતની ઘટનામાં બંને ટેન્કરો સહિત કુલ પાંચ વાહનો ભયાવહ આગમાં સ્વાહા થઇ ગયા હતા. આ અકસ્માતમાં ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે. માલવણ હાઇવે પર આ ગોઝારા અકસ્માત બાદ રોડની બંને સાઇડ પાંચ કિ.મી. લાંબી વાહનોની કતારો લાગેલી જોવા મળી હતી.