1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. થરાદ હાઈવે પર ટ્રક ડિવાઈડર સાથે અથડાયા બાદ આગ લાગતા બળીને ખાક, ટ્રકચાલકનો બચાવ
થરાદ હાઈવે પર ટ્રક ડિવાઈડર સાથે અથડાયા બાદ આગ લાગતા બળીને ખાક, ટ્રકચાલકનો બચાવ

થરાદ હાઈવે પર ટ્રક ડિવાઈડર સાથે અથડાયા બાદ આગ લાગતા બળીને ખાક, ટ્રકચાલકનો બચાવ

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતના બનાવો બન્યા હતા. પ્રઝમ અકસ્માત થરાદ-સાંચોર હાઈવે પર ટ્રક-ટ્રેલર ડિવાઈડર સાથે અથડાતા ટ્રેક-ટ્રેલરમાં આગ ફાટી નિકળી હતી. આ બનાવમાં ટ્રક-ટ્રેલરના ચાલકનો બચાવ થયો હતો. જ્યારે બીજો અકસ્માતનો બનાવ પાલનપુર આબુ હાઈવે પર ઈકબાલગઢ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ડ્રાઈવરને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે. કે, થરાદ પાસેથી પસાર થતાં ભારતમાલા હાઇવે પર મોડી રાત્રે ટ્રકચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે ટકરાયું હતું જેના બાદ ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગતાં થરાદ ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

થરાદ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, થરાદ-સાંચોર હાઇવે ભારતમાલા હાઇવે પર માંગરોળ નજીક મોડી રાત્રે ચાર વાગ્યે આગ લાગ્યાનો કોલ આવ્યો હતો. અમે અમારી ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. રાત્રે ટ્રેલરચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેલર ડિવાઇડર સાથે ટકરાયું હતું જેના બાદ આગ લાગી હતી. ગાડીના ચાલકને ઇજાઓ થતાં 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

બીજા અકસ્માતના વિગતો એવી જાણવા મળી છે. કે, પાલનપુર આબુહાઇવે ઉપર ઇકબાલગઢ નજીક ભડથ ગામના પાટિયા પાસે ટ્રકની પાછળ ટ્રક ઘુસી જતાં ચાલકને ગંભીર ઇજા થઇ હતી. જેને પાલનપુરથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો.

પાલનપુર આબુ હાઇવે ઉપર ઇકબાલગઢ નજીક ભડથ ગામ નજીક પસાર થઇ રહેલી ટ્રક નં. જીજે. 09. ઝેડ. 3295ની આગળ પસાર થતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક કરતાં પાછળની ટ્રક ધડાકાભેર અથડાઇ હતી. જેમાં ચાલક ભાભર તાલુકાના ખારી પાલડીના ભુપતજી ડાહ્યાજી ઠાકોરના પગ કેબિનમાં ફસાઇ ગયા હતા. દરમિયાન દોડી આવેલા લોકોએ 108ને બોલાવી મહામહેનતે તેમને કેબિનમાંથી બહાર કાઢી પાલનપુરની હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code