નવીદિલ્હીઃ કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને હીટ એન્ડ રનના કેસમાં કડક સજા અને દંડની જોગવાઈ કરતા દેશભરના ટ્રક ડ્રાઈવરોમાં વિરોધ જાગ્યો હતો. અને રાષ્ટ્રીય ધોરી માર્ગો ચક્કાજામ કરીને ટ્રક ડ્રાઈવરો લડતને ઉગ્ર બનાવી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક યોજ્યા બાદ કેન્દ્ર સરકારે હીટ એન્ડ રનનો કાયદો સ્થગિત કરતાં ટ્રક ડ્રાઈવરોની હડતાળનો અંત આવ્યો છે.
લોકસભામાં તાજેતરમાં હીટ એન્ડ રનના કેસમાં કડક સજા અને દંડની જોગવાઈ કરતા બિલને મંજુરી અપાતા આ કાયદાની વિરોધમાં છેલ્લા થોડાં દિવસોથી દેશભરમાં ટ્રક ચાલકોની હડતાળ ચાલી રહી હતી. હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપવામાં આવી છે કે હાલમાં કાયદાનો અમલ કરવામાં આવશે નહીં. આ સાથે જ સરકારે જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. આ પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે. બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસો.ના અધ્યક્ષનું નિવેદન આપતાં જણાવ્યું કે, કાયદો લાગુ નહીં કરાય તેવુ સરકારનું આશ્વાસન આપવામાં આવ્યું છે. તેમજ હીટ એન્ડ રનમાં નવો નિયમ હાલ લાગુ નહીં પડે.
હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકારની તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે હાલ કાયદો લાગુ કરવામાં નહીં આવે અને જ્યારે પણ કાયદો લાગુ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઇવરોને હડતાળ પરત ખેંચવા અપીલ કરી છે. દરમિયાન કેન્દ્ર સરકારે પણ હડતાળ કરનારા ટ્રક ડ્રાઈવરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે.
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી. એમાં એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, નવો કાયદો હજી લાગુ થયો નથી. ભારતીય ન્યાયિક સંહિતા 106/2 લાગુ કરતા પહેલા AIMTCના પ્રતિનિધિઓ સાથે ચર્ચા થશે, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે.