વલસાડ : દેશમાં ટ્રકોની ચોરી કરીને તેના એન્જિન નંબર અને ચેસિસ નંબર બદલીને દમણમાં આરટીઓનું પાસિંગ કરાવીને ટ્રકો વેચી દેવાનું કૌભાંડ વલસાડમાંથી પકડાયું છે. વલસાડ LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કેટલાક ઈસમો અન્ય રાજ્યમાંથી રોડ ઉપરથી ટ્રકની ચોરી કરી તેના ચેસીઝ નંબરમાં ચેડાં કરી ઉત્તર પૂર્વી રાજ્યોમાં સ્કેપમાં ગયેલા વાહનોના ચેસીઝની યાદી મેળવી ચોરી કરેલી ટ્રકોમાં લગાવી દમણ RTOમાં ટ્રકનું પસિંગ કરવી ટ્રકો વેચી નાખવાનું ષડયંત્ર આચરનારા આરોપીઓને પૈકી 3 આરોપીઓને 1 કરોડથી વધુને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મહારાષ્ટ્રની 2 અને દિલ્હીની 2 ટ્રક ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી. આરોપીઓ પૈકી 2 આરોપીઓ વલસાડ જિલ્લામાં ટ્રક ચોરીના ગુનાઓમાં ઝડપાઇ ચુક્યા હતા. વલસાડ LCBના ASI અલ્લારખુને મળેલી બાતમીના આધારે દમણ ખાતે રહેતો એક ઈસમ અન્ય રાજ્યોમાંથી ટ્રકો ચોરી કરીને દમણ ખાતે લાવીને ચોરાયેલી ટ્રકોમાં અન્ય રાજ્યોના સ્કેપમાં ગયેલી ટ્રકોના ચેસીઝ નંબર મેળવીને ચોરી કરેલી ટ્રકોમાં તે ચેસીઝ નંબર લગાવી તે વાહનોના ડુપ્લીકેટ કાગળો તૈયાર કરીને દમણની RTOમાં ટ્રક પાસિંગ કરવી અન્ય લોકોને ટ્રક વેચી નાખતા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે વલસાડ LCBના PI ગૌસ્વામી અને PSI પનારાની ટીમે આરોપીઓને ઝડપી પૂછપરછ કરતા આરોપીઓ પાસે થી 13 ટ્રક અને 2 કાર અન્ય રાજ્યોમાંથી ચોરી કરેલી હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે અન્ય રાજ્ય ના પણ કેસો ઉકેલ્યા છે જેવા કે. મહારાષ્ટ્ર અને દિલ્હીના ગુનાઓ ઉકેલાયા હતા. આરોપીઓ મહારાષ્ટ્રના થાણે શહેર નીઝામપુર પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર દેવનાર પોલીસ સ્ટેશન, ડીસ્ટ્રીક્ટ ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી ગાજીપુર ઇસ્ટ અને ડીસ્ટ્રીક્ટ ક્રાઇમ બ્રાંચ દીલ્હી ઇસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
વલસાડ LCBની ટીમે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોના હાઇવે ઉપર લોક કરી પાર્ક કરેલા ટ્રકો ચોરી કરી દમણ ખાતે લાવતા હતા. ઉત્તર પૂર્વી રાજ્યોમાં સ્કેપમાં ગયેલી ટ્રકોના ચેસીઝ નંબર મેળવી તે ચેસીઝ નંબરો ચોરી કરેલી ટ્રાકોમાં લગાવી ટ્રકોના દસ્તાવેજી કાગળો તૈયાર કરીને દમણ RTOમાં પસિંગ કરવી તે ટ્રકને અન્ય લોકોને વેચી નાખતા હોવાની ઝડપાયેલા 3 આરોપીઓએ કબૂલાત કરી હતી. વલસાડ LCBની ટીમે ઉમરગામના 2 અને દમનનો 1 ઈસમ મળી કુલ 3 આરોપીઓની ધરપકડ કરી 13 ટ્રકો અને 2 કાર મળી કુલ 1 કરોડ થી વધુનો મુદ્દલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.