નવી દિલ્હી: સરકાર દ્વારા તાજેતરમાં પારીત કરવામાં આવેલી ભારતીય ન્યાય સંહિતાને લઈને વિવાદ પેદા થઈ ગયો છે. નવા કાયદામાં હિટ એન્ડ રન સડક દુર્ઘટના મામલાઓના સંદર્ભે સાત લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની કેદની સજાની જોગવાઈ છે. આને લઈને ટ્રક ડ્રાઈવરોમાં ખાસી નારાજગી છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરોએ જબરદસ્ત દેખાવ કર્યો છે. મહારાષ્ટ્રમાં દેખાવોના કારણે કેટલાક સ્થાનો પર ઈંધણની અછતની આશંકા પેદા થઈ ગઈ છે.
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું છે કે આ જોગવાઈઓના કારણે ટ્રક ડ્રાઈવરોના અયોગ્ય ઉત્પીડનનો સામનો કરવો પડી શકે છે. માટે તેમને પાછી લેવી જોઈએ. આ જોગવાઈઓને અત્યાર સુધી લાગુ કરવામાં આવ્યું છે. ટ્રક ડ્રાઈવરોના સૌથી વધારે હિંસક દેખાવો મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના સચિવ અકીલ અબ્બાસે કહ્યુ છે કે છત્રપતિ સંભાજીનગરમાં કેટલાક પેટ્રોલ પંપો પર કામ પહેલા જ બંધ થઈ ચુક્યા છે.
સોમવારે મુંબઈ મહાનગર ક્ષેત્ર (એમએમઆર)માં અંદાજિત 1.20 લાખ ટ્રકો, ટેમ્પો અને કન્ટેનરોમાંથી 70 ટકાથી વધારે સડકો પરથી ગાયબ રહ્યા. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું છે કે 35 ટકા વાહન જ પેટ્રોલ અને એલપીજી જેવી જરૂરિયાતની વસ્તુઓની સપ્લાય કરી રહ્યા છે, જેથી લોકોની જરૂરિયાતો પૂર્ણ થઈ શકે. ત્રણ દિવસો સુધી ચાલનારી હડતાળના કારણે ઈંધણને લઈને ફળ-શાકભાજીઓની આપૂર્તિ બાધિત થઈ શકે છે. એક દિવસ વિરોધમાં એમએમઆરમાં 150 કરોડનું નુકસાન થાય છે.
સોલાપુર, કોલ્હાપુર, નાગપુર અને ગોંદિયા જિલ્લામાં પણ રસ્તા રોકો પ્રદર્શન કરવામાં આવ્યા છે. નવી મુંબઈ અને અન્ય સ્થાનો પર હાલ પરિસ્થિતિ કાબુમાં દેખાય રહી છે. એમએમઆરની બહાર , દેશના બાકીના હિસ્સાઓમાં, પહેલા દિવસની હડતાળની અર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને બિહાર પર આંશિકપણે જોવા મળી. મધ્યપ્રદેશમાં ઈન્દૌર, ગુજરાતમાં સૂરત અને હરિયાણામાં અંબાલા કેટલાક અન્ય શહેરો હતા, જ્યાં ડ્રાઈવરો વિરોધ પ્રદર્શન કરે છે.
મુંબઈના સિવરી વિસ્તારમાં ઓઈલ કંપનીમાં રહેલા ટ્રક ડ્રાઈવરોની ભીડ ઉમડી પડી છે. 300થી વધારે ટ્રક ડ્રાઈવર હડતાળ પર છે. આ પ્રસંગે મુંબઈ પોલીસનો બંદોબસ્ત વધારી દીધો છે.
મુંબઈમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર દેખાવા લાગી છે. મુંબઈના 50 ટકા પેટ્રોલ પંપો ડ્રાઈ થઈ ચુક્યા છે. એટલે કે તેમા પેટ્રોલ નથી. ગત રાત્રે નાગરિકો દ્વારા ભરાયેલા પેટ્રોલ બાદ આજ સ્ટોક રિફિલ થયા નથી. સામાન્ય રીતે દરરોજ 1500 ગાડીઓ ઈંધણની સપ્લાઈ કરવામાં આવે છે. પરંતુ આજે એકપણ ગાડી અત્યાર સુધી એકપણ ઓઈલ ટ્રક મુંબઈ પહોંચી નથી. પેટ્રોલ ડીલર એસોસિએશનનું કહેવું છે કે પેટ્રોલ સપ્લાઈ કરનારી કંપનીઓનો સહયોગ છે. જો કે ઓઈલ ટ્રક ડ્રાઈવર હડતાળ પર છે. જેના કારણે મુંબઈમાં સાંજ સુધી સ્થિતિ બગડી શકે છે.