JNU માં દેખાશે સાચી ઘટનાઓ, ડાયરેક્ટરે જણાવ્યું કેમ રાખ્યું ફિલ્મનું નામ ‘JNU: જહાંગીર નેશનલ યૂનિવર્સિટી’
લોકસભાની ચૂંટણીની તૈયારીને પગલે પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે. સાથે બોલિવૂડમાં પણ કેટલીક એવી ફિલ્મોનો ખુમાર જોવા મળી રહ્યો છે જેમાં ચૂંટણીના રંગની ઝલક જોવા મળી રહી છે. તાજેતરમાં જ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’, ‘આર્ટિકલ 370’ ફિલ્મો રીલિઝ થઈ. જેમાં રાજકારણનું અમુક અંશ બતાવવામાં આવ્યું હતું. હવે ‘JNU’ 5મી એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે, જેમાં ડ્રામા અને રોમાન્સ સાથે સ્ટુડન્ટ પોલિટિક્સ પણ જોવા મળશે.
– JNU માં દેખાડવામાં આવશે આ વસ્તુ
‘જેએનયુ: જહાંગીર નેશનલ યૂનિવર્સિટી’ના લીડ એક્ટરમાં રવિ કિશન, વિજય રાઝ, ઉર્વશી રૌતેલા અને પીયૂષ મિશ્રાનો સમાવેશ છે. આ ફિલ્મ દિલ્હીની બેકડ્રોપને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. નિર્દેશક વિનય શર્માનું કહેવું છે કે આ ફિલ્મને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. વિનય સમજાવે છે, ‘આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત મનોરંજન અને મજેદાર ફિલ્મ છે, જેમાં કોમેડી, રોમાન્સ, ડ્રામા, ગીતો અને વિદ્યાર્થી રાજકારણ સહિત બધું જ છે. આ ફિલ્મને બે-અઢી વર્ષમાં પૂરી કરાઈ છે.
– 80થી વધારે કલાકારો સાથે બની છે આ ફિલ્મ
વિનય શર્માએ જણાવ્યું છે કે JNU ફિલ્મમાં 80થી વધારે કલાકારોએ કામ કર્યું છે. તેમને કહ્યું, ‘વિજય રાજ અને રવિ કિશન મારા મોટા ભાઈ જેવા છે. તેમને આ ફિલ્મ માટે મનાવવામાં કોઈ દિક્કત નહોતી. હા, પીયૂષને મનાવવામાં થોડી મુશ્કેલી હતી, પણ બાદમાં તે પણ રાજી થયા અને ફિલ્મમાં એક ગીત પણ ગાયા છે.
– આ માટે બદલ્યું ફિલ્મનું નામ
ફિલ્મનું નામ JNU થી બદલીને જેએનયુઃ જહાંગીર નેશનલ યુનિવર્સિટી કરવા અંગે વિનય કહે છે, ‘અમારે નામ બદલવાની જરૂર હતી કેમ કે સેન્સર બોર્ડ સૌથી પર છે, તે જે પણ આદેશ આપે છે તેનું પાલન કરવું પડશે.’