શિયાળામાં સાકર ગળાના દુખાવામાં આપે છે રાહત..જાણો તેના અનેક ફાયદા
- સાકર શરીરનું તાપમાન જાળવી રાખવા મદદરુપ છે
- સાકર પ્રાચીનકાળથી જ ઓષધિય માનવામાં આવે છે
જ્યારે પણ આપણે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ ત્યારે મુખવાસ તરીકે સાકર અવશ્ય જોવા મળે છે, શું તમે ક્યારેય વિચાર્યુ છે કે સાકર શા માટે મુખવાસમાં ખવાય છે? કારણ કે ખળી સાકરનું આયુર્વેદમાં પ્રાચીન સમયથી જ મહત્વ રહ્યું છે,ખળી સાકરનો ઉપયોગ કરવાથી આપણા શરીરનું તાપમાન જળવાઈ રહે છે આ સાથે જ તેના કેટલાક ચમત્કારિક ફાયદાઓ થાય છે.સાકરનો મૂળ ગુણઘર્મ ઠંડો ગણાય છે તે ગરમીમાં ખાવાથી અનેક લાભ કરે છે.
જાણો સાકરના ગુમઘર્મો અને તેને ખાવાથી થતા ફાયદાઓ
- સાકર સામાન્ય રીતે મુખવાસથી લઈને અનેક પીણાઓમાં ઉપયોગી બને છે, જો ખાંડ કરતા આપણે સાકરનો ઉપયોગ કરીએ તો તેનાથી નુકશાન થતું નથી જ્યારે ખાંડ સ્લો પોઈઝન ગણાય છે,શરીરમાં હિમોગ્લોબિનની માત્રા જાળવી રાખવા માટે સાકરનું સેવન કરવું જોઈએ
- જ્યારે પણ મોઢામાં ચાંદા પડ્યા હોય અથવા તો ગરમી થઈ હોય તેવા સમયે સાકરને મોઢામાં રાખવાથી તે મો ની ગરમીને શોષી લે છે, અને ઠંડક આપે છે
- સાકર વાળું શરબત પીવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે અને ઠંડક પ્રાપ્ત થાય છે, સામાન્ય રીતે વરીયાળી સાથે સાકરનું સેવન ખૂબજ ગુણકારી છે.
- સારકના સેવનથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે,સાકરની તાસિર ઠંડી ગણાય છે,જેથી ગરમીમાં તે ખૂબ જ ફાદયો કરાવે છે
- વરિયાળીનું મિશ્રણ એક માઉથ ફ્રેશનર બની જાય છે જે મોં માં તાજગી તો લાવી જ દે છે પરંતુ સાથે પાચન પણ સુધારી દે છે. સાકર ખાવાથી કેટલાય શરીરને લાભ મળે છે જેની જાણકારી બહુ ઓછા લોકોને હોય છે.
- સાકરનું સેવન માત્ર માઉથ ફ્રેશનર માટે જ નહીં પરંતુ તેનું સેવન પાચન ક્રિયાને સુધારવા માટે પણ કરવું જોઈએ. તેમાં રહેલા તત્વો આપના આંતરડા માટે ઘણાં જ ફાયદાકારક છે.
- રોજ જમ્યા બાદ થોડી થોડી માત્રામાં સાકર ખાવાથી ફાયદો થાય છે એસીડિટીની ફરીયાદ રહેતી નથી
- ગળામાં ખર્રાશ જો હોય અથવા ઉધરસની ફરીયાદ હોય તેવા સમયે સાકરનું સવેન કરવું જોઈએ, તેનાથી અવાજ પણ ખુલી જાય છે અને ગળું સારુ થઈ જાય છે.
- સાકરને પવિત્ર પણ માનવામાં આવે છે. તેને અનેક ઘાર્મિક કામોમાં ઉપયોગમાં લેવાતી હોય છેસ શૂભ હોવાથી લગ્ન પ્રસંગોમાં પણ તેનો શગુન તરીકે ઉપયોગ થાય છે.
- ગરમ દૂધમાં કેસર અને સાકર મેળવીને પીવાથી શરીરમાં શક્તિ અને સ્કૂર્તિ આવી જાય છે.
- દૂધમાં સાકર નાખીને પીવાથી શરીરમાં શક્તિ અને સ્કૂર્તિ આવી જાય છે.
- સાકરના સેવથી શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધે છે
સાહિન-