અમેરિકા-તાલિબાન વચ્ચે શાંતિની વાટાઘાટો રદ્દ
તાલિબાનોએ અમેરિકાને આપી ધમકી
અમેરિકાના વિદેશ પ્રધાને જણાવ્યુ, કેવું હતું ટ્રમ્પનું રિએક્શન
અમેરિકા અને તાલિબાન વચ્ચે થનારી શાંતિ માટેની વાટાઘાટો હાલપૂરતી રદ્દ થઈ ગઈ છે. તાજેતરમાં કાબુલમાં થયેલા એક હુમલામાં અમેરિકાના સૈનિકને મારી નાખવામાં આવ્યો હતો. તેના પછી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ માટેની વાટાઘાટો રદ્દ કરી હતી. આ મામલા પર અમેરિકાના પ્રધાન માઈક પોમ્પિયોએ કહ્યુ છે કે હાલ માટે તેને રદ્દ માનવામાં આવશે, પરંતુ વધુ આગળનું વિચારવું યોગ્ય નહીં હોય.
માઈક પોમ્પિયોએ કહ્યુ છે કે અમે અફઘાનિસ્તાનમાં પોતાના વિશેષ દૂત જલ્મે ખલીલજાદને પાછા બોલાવ્યા છે. તે લાંબો સમયથી કતરમાં તાલિબાનો સાથે વાત કરીને કેમ્પ ડેવિડ મીટિંગનો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા હતા. અમેરિકાના વિદેશ પ્રધાને કહ્યુ કે જ્યારે ટ્રમ્પે અમેરિકાના સૈનિકનો મોત સંદર્ભે સાંભળ્યું તો તેઓ ભડકી ગયા અને સીધુ કહી દીધું કે હવે બહુ થયું અને અમે આ ડીલ કરી રહ્યા નથી.
અમેરિકન ન્યૂઝ ચેનલ એબીસીને માઈક પોમ્પિયોએ કહ્યુ કે બંને પક્ષો અમેરિકા અને તાલિબાન વચ્ચે જેવી રીતે વાત થઈ રહી હતી, તે અમેરિકાની પદ્ધતિ નથી. આ મામલા પર લાંબા સમયથી વાત ચાલુ હતી. પરંતુ તાલિબાન તરફથી સતત વાયદા તોડવામાં આવ્યા હતા. પોમ્પિયોએ કહ્યુ કે જ્યારે અમેરિકાના સૈનિકના માર્યા જવાની વાત આવી, તો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ડીલ કરવાની મનાઈ કરી દીધી હતી.
વિદેશ પ્રધાને ક્હ્યુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય નવ રાઉન્ડની વાતચીત બાદ આવ્યો છે. આ બેઠક અમેરિકાના કેમ્પ ડેવિડમાં યોજાવાની હતી. પરંતુ હવે તેને ટાળી દેવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે બેઠક માત્ર દસ્તાવેજી હતી, કારણ કે અમારી નજર માત્ર વ્યવહાર પર છે. જો કે વિદેશ પ્રધાને એમ પણ કહ્યુ છે કે સૈનિકોને પાછા બોલાવવા પર આખરી નિર્ણય હજી બાકી છે.
માઈક પોમ્પિયોએ કહ્યુ છે કે અફઘાનિસ્તાનમાં હાલ માટે અમેરિકાનું મિશન ચાલુ રહેશે.
મહત્વપૂર્ણ છે કે કાબુલમાં એક અમેરિકન સૈનિક સહીત 11 લોકોના તાજેતરના હુમલામાં મોત નીપજ્યા હતા. તેના પછી ડોનાલ્ડ ટ્રમ્પે સતત ઘણાં ટ્વિટ કરતા આ ડીલને રદ્દ કરવાનું એલાન કર્યું તું. બીજી તરફ તાલિબાને પણ અમેરિકાને ધમકી આપી છે કે ડીલ રદ્દ થવાથી વધારે અમેરિકનોના જીવ જશે.