અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર લેખિકા ઈ જીન કૈરલે બળાત્કારનો આરોપ લગાવ્ય છે. કેરળે ક્હ્યું છે કે ટ્રમ્પે 90ના દશકમાં તેની સાથે રેપ કર્યો હતો. જોકે ટ્રમ્પે આવા આરોપોને રદિયો આપતા કહ્યુ છે કે તેઓ ક્યારેય કૈરલને મળ્યા સુદ્ધાં નથી.
ટ્રમ્પ પર અત્યાર સુધીમાં એક ડઝનથી વધારે મહિલાઓ યૌન દુર્વ્યવહારના આરોપ લગાવી ચુકી છે. તેમાના દરેક આરોપને ટ્રમ્પે રદિયો આપ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ઈ જીન કૈરલનો આરોપ 21 જૂને યૂયોર્ક મેગેઝીનમાં પ્રકાશિત એક લેખથી સામે આવ્યો છે.
કૈરલ પ્રમાણે, તે 1995ના આખર અથવા 1996ની શરૂઆતમાં ન્યૂયોર્કના એક બર્ગડોર્ફ ગુડમેન ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ટ્રમ્પને મળી હતી. તેણે જણાવ્યું છે કે તે તે સમયે ટ્રમ્પને રિયલ એસ્ટેટ ટાઈકૂન તરીકે જાણતી હતી.
કૈરલનો આરોપ છે કે ટ્રમ્પે ડ્રેસિંગરૂમમાં તેની સાથે રેપ કર્યો હતો. તેની સાથે જ કૈરલે કહ્યું છે કે આ ઘટના સંદર્ભે તેણે તેના બે મિત્રોને જણાવ્યું હતું. જેમાના એકે તેને પોલીસ પાસે જવાની સલાહ આપી હતી. કૈરલ પ્રમાણે, તેના અન્ય મિત્રે કહ્યુ હતુ કે આ ઘટનાને ભૂલી જાવ, કારણ કે તેની (ટ્રમ્પની) પાસે 200 વકીલ છે અને તે તેને (કૈરલને) બરબાદ કરી દેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કૈરલના આરોપો પર કહ્યુ હતુ કે હું મારી જીંદગીમાં ક્યારેય પણ આ મહિલાને મળ્યો નથી. તે એક નવું પુસ્તક વેચવાની કોશિશ કરી રહી છે, આનાથી તેનો ઈરાદો જાહેર થાય છે. આ (બુક) ફિક્શન સેક્શનમાં વેચાવી જોઈએ.
ટ્રમ્પે કહ્યુ છે કે આવા લોકો પર શરમ આવે છે કે જે પબ્લિસિટી, બુક વેચવા અથવા કોઈ રાજકીય એજન્ડા માટે ઉત્પીડનની ખોટી કહાનીઓ બનાવે છે. પોતાના નિવેદનમાં ટ્રમ્પે આ વાતની પુષ્ટિ માટે બર્ગડોર્ફ ગુડમેનનો આભાર માન્યો છે કે તેને આવી કોઈ ઘટનાના વીડિયો ફૂટેજ મળ્યા નથી.