થોડા સમય પહેલા ભારત સરકારે કાશ્મીરને લઈને જે નિર્ણય લીધો ત્યાર પછી ડોનાલ્ડ ટ્રંપ અને અમેરીકી વહીવટતંત્ર તરફથી જે ભાષણો થયા છે જેને લઈને આ મુલાકાત ખુબ મહત્વ ધરાવે છે,ટ્રંપ કાશ્મીરના મુદ્દે મધ્યસ્થતાની વાતો કરે છે તો ક્યારેક પોતાની વાતથી પલટી જતા પણ જોવા મળ્યા છે જેને લઈને આજે G-7માં મોદી સાથે ટ્રંપની મુલાકાત ખુબ મહત્વપૂર્ણ રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ફ્રાંસમાં G-7 સમિટમાં મુખ્ય ગેસ્ટ તરીકે પહોંચ્યા છે,જ્યારે હરકોઈ મોદી અને ટ્રંપની મુલાકાત પર મીટમાંડીને બેસ્યુ છે,ટ્રંપ મોદી સરકારને ધ્યસ્થતાની વાત કરે છે પરંતુ પાછા પોતાની વાતથી ફરી પણ જાય છે,તેવા સમયે મોદીનું ટ્રંપને મળવું ખુબ અગત્યતા ધરાવે છે, ત્યારે આ પરિસ્થિતી વચ્ચે મોદી અને ટ્રંપ મળે છે ત્યારે કાશ્મીર મુદ્દા પર ચર્ચા થશે કે કેમ ? તે વાત પર સૌ કોઈની નજર છે.
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વિતેલા દિવસોમાં એક ભાષણ આપ્યું હતું જેના કારણે ભારતીય રાજનીતિમાં ભૂકંપ આવ્યો હતો,ટ્રંપે ઈમરાન ખાન સામે કહ્યું હતું કે તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થા પર તૈયાર છે અને તે માટે તેઓએ વડા પ્રધાન મોદી સાથે પણ વાત કરી હતી,ત્યારે ટ્રંપની વાતને લઈને હોહાપો મચ્યો હતો,ત્યારે આ વાતને લઈને ભારત સરકારે સફાઈ આપી હતી અને ટ્રંપના દોવો ને જુઠ્ઠો ગણાવ્યો હતો.
ભારત સરકારના જવાબ આપ્યા બાદ અમેરીકાના કેટલાક સિનેટ વ્હાઈટ હાઉસ તરફથી અનેક રીતે સફાઈ આપવામાં આવી,અને કહેવામાં આવ્યું કે જમ્મુ કાશ્મીરની બાબત એ પાકિસ્તાન અને ભારતનો બન્ને પક્ષનો આતંરીક મામલો છે જેમાં કોઈ ત્રીજાની મધ્યસ્થતાની જરુર નથી,
ટ્રંપના આપેલા પ્રથમ ભાષણ બાદ જ્યારે વિવાદ સર્જાયો ત્યારે ડોનાલ્ડ ટ્રંપે ફરી એક વાર આ બાબતે બયાન જારી કર્યું કે ભારત અને પાકિસ્તાનના પ્રધાન તેઓને મધ્યસ્થા માટે કહી રહ્યા છે,અને તે માટે તેઓ તૈયાર છે,એટલે ફરી ટ્રંપ મોદી સરકારે રજુ કરેલા દાવા પરથી હટી ગયા હતા.આમ ટ્રંપ વારંવાર પોતે રજુ કરેલા બયાન પરથી ફરી જાય છે.
ત્યારે આ સમગ્ર વાત પછી આજે સોમવારના રોજ ડોનાલ્ડ ટ્રંપ અને ભારતના પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક યોજાનાર છે,ટ્રંપે ફ્રાંસ જતા પહેલા કહ્યું કે , “મોદી સાથે કાશ્મીર મુદ્દે વાત કરશે”, આ પહેલા બન્ને પ્રધાન ફોન પર વાત કરી ચુક્યા છે, ત્યારે હવે જોવું રહ્યું કે બન્ને પ્રધાન મંત્રીઓ જ્યારે સામસામે આવશે ત્યારે શું નિર્ણય લેશે અને ટ્રંપનું બયાન કોના તરફ રહેશે,ત્યારે ભારત તો દરેક જગ્યાએ આ વાત કહી ચુક્યું જ છે કે “કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાનનો અંગત મુદ્દો છે , કલમ-370 હટાવવાની બાબત તે ભારતનો નિર્ણય છે અને તે ભારતનો આંતરીક મામલો છે”.