- ટ્રમ્પના ચીની એપ્સ પરના બેનના આદેશને બાઈડેને બદલ્યા
- એપ્સનો પ્રતિબંધ રદ કરતા આદેશ પર કર્યા હસ્તાક્ષર
દિલ્હીઃ- અમેરિતા સહીત ભઆરતમાં ચીની એપ્સ પર પ્રતિબંધ મબકવામાં આવ્યો હતો, જો કે અમેરિકામાં આ નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે તેના રાષ્ટ્રપતિ પદ પર ડોનાલ્ડ ટ્રમ્પ હતા, ત્યારે હવે તાત્કાલિન રાષ્ટ્રપતિ જોબાઈડેને ટ્રમ્પના આદેશને બદલી નાખ્યા છે.વ્હાઇટ હાઉસે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટીકટોક અને વીચેટ જેવી ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ બદલ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડેને બુધવારે ટિકટોkક અને વીચેટ સહિત અનેક ચીની એપ્લિકેશનો પર ટ્રમ્પના પ્રતિબંધને રદ કરવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. હવે અમેરિકી વાણિજ્ય સચિવ ચીની કંપનીઓની માલિકીની આ એપ્લિકેશન્સની તપાસ કરશે કે આ ચીની એપ્સથી અમેરિકી ડેટાની ગોપનીયતા અથવા રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે અમિરીકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ચીનને મોટો ફટકો આપ્યો હતો.ટ્ર્મપ દ્રારા ચીનની 8 જેટલી સોફ્ટવેર એપ્સની લેવડદેવડ પર બેન મૂક્યો હતો.
આ તમામ એપ્સ ચીની કંપનીઓ સાથે જોડાયેલી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે આ દ્વારા વપરાશકર્તાઓનો ડેટા ચીની સરકાર સુધી પહોંચતો હતો. આ હુકમ 45 દિવસ પછી લાગુ થશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ મામલે બિડેન વહીવટીતંત્ર સાથે કોઈ ચર્ચા થઈ નથી.જો કે આ મામલે વહીવટીતંત્રે કહ્યું કે જે એપ્લિકેશનો પર પ્રતિબંધ હતો તેઓ મોટી સંખ્યામાં ડાઉનલોડ કરવામાં આવી હતી, જેનો અર્થ એ થયો કે કરોડો વપરાશકર્તાઓની માહિતી જોખમમાં મુકાઈ શકે છે.