Site icon Revoi.in

અમેરિકી સંસદમાં ટ્રમ્પના સમર્થકોએ મચાવ્યો હંગામો, હિંસામાં 4ના મોત

Social Share

દિલ્હીઃ અમેરિકાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હતો. જ્યારે જો બિડેનનો વિજય થયો હતો. તેમજ આગામી દિવસોમાં બિડેન રાષ્ટ્રપતિ માટે શપથ ગ્રહણ કરવાના છે. દરમિયાન ટ્રમ્પ સમર્થકોએ વૉશિંગ્ટન ડીસીમાં કૉંગ્રેસની કૅપિટોલ ઇમારત બહાર હંગામો કર્યો છે. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારોઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક મહિલા સહિત ચાર વ્યકિતઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ઇવાંકા ટ્રમ્પે પ્રદર્શનકારીઓને દેશભક્ત કહેતા વિવાદ ઉભો થયો હતો. તેમજ લોકોએ તેમની ટીકા કરતા અંતે તેને ડિલીટ કર્યું હતું.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજ્ય થયો હતો. જો કે, ચૂંટણીને લઈને કેટલાક વિવાદ થયાં હતા. તેમજ ચૂંટણીમાં ગડબડને લઈને ડ્રમ્પના સમર્થકોએ આક્ષેપ પણ કર્યો હતો. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના મોટી સંખ્યામાં સમર્થકો સંસદની અંદર પણ ઘૂસ્યાં હતા અને હંગામો મચાવ્યો હતો. જેથી 2700 સૈનિક ખડકી દેવાયા હતા. કેટલાક સમર્થકો હથિયાર સાથે ઘુસ્યાં હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. દરમિયાન સમર્થકો અને અમેરિકી સુરક્ષા એજન્સીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. હિંસા બદલ 13 લોકોની અટકાયત કરીને પાંચેક હથિયાર જપ્ત કરવામાં આવ્યાં હતા. બીજી તરફ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે લૉક કરી દીધું હોવાનું જાણવા મળે છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સમર્થકોને શાંત રહેવા અપીલ પણ કરી છે.

સમગ્ર ઘટના અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, વૉશિંગ્ટન ડીસીમાં તોફાનો અને હિંસા વિશેના સમાચાર જોતાં વ્યથિત છું. વ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે સત્તાનું પરિવહન ચાલુ રાખવું જરૂરી છે. લોકશાહી પ્રક્રિયાને કોઈ ગેરકાયદે વિરોધના માધ્યમથી બગડવા ન દેવાય.