Site icon Revoi.in

ગુગલ મેપ ઉપર ભરોસો રાખવો ફરી પડ્યો ભારે, બરેલીમાં કાર કેનાલમાં ખાબકી

Social Share

લખનૌઃ ગૂગલ મેપ પરથી લોકેશન જોઈને મુસાફરી કરવી એકદમ જોખમી બની ગઈ છે. થોડા દિવસો પહેલા અધૂરા પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં  ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ફરી એકવાર ગુગલ મેપના કારણે અકસ્માત થયો હોવાનું જાણવા છે. બરેલીના ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીલીભીત રોડ પર સ્થિત એક કાર કાલાપુર કેનાલમાં પડી હતી. કારમાં ત્રણ લોકો હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જેસીબીની મદદથી કારને કેનાલમાંથી બહાર કાઢી હતી.

સદનસીબે કારમાં સવાર ત્રણ લોકોના જીવ બચી ગયા હતા. ઇજ્જત નગર પોલીસ સ્ટેશનના પ્રભારી ધનંજવ પાંડેએ જણાવ્યું કે ઔરૈયા નિવાસી દિવ્યાંશુના પુત્ર મહેન્દ્ર પ્રતાપ સિંહ અને તેની સાથેના બે લોકો તેમની કારમાં નીકળ્યા હતા. તેઓ ગૂગલ મેપની મદદથી પીલીભીત જઈ રહ્યો હતો. બરકાપુર તિરાહા ગામ પાસે કાલાપુર કેનાલે રસ્તો કાપી નાખ્યો છે. જેના કારણે કાર કેનાલમાં ખાબકી હતી. કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. ક્રેન વડે કારને બહાર કાઢવામાં આવી હતી.

ગૂગલ મેપ પર ખોટો રસ્તો બતાવવાને કારણે 24મી નવેમ્બરે બરેલીમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. બદાઉનના દાતાગંજથી બરેલીના ફરીદપુર જવાના રસ્તા પર મુડા ગામ પાસે એક પુલ છે, જે અધૂરો છે. 24 નવેમ્બરે કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો અકસ્માતનો શિકાર બન્યા હતા.