એક અઠવાડિયામાં દૂધમાં પલાડેલા કાજૂ ખાઈને દેખો, હેલ્થને મળશે અદભૂત ફાયદા
ડ્રાય ફ્રૂટ્સ ખાવા હેલ્થ માટે ખૂબ સારા માનવામાં આવે છે. કાજૂ, બદામ, અખરોટ અને કિસમિસ સ્વાદ તો આપે છે પણ સાથે હેલ્થને પણ ખુબ ફાયદા કરે છે. તમે પલાળેલી બદામ અને કિસમિસ ખાવાના ફાયદા વિશે તો સાંભળ્યું હશે, પણ પલાળેલા કાજુ પણ ખૂબ જ ફાયદાકારક છે. ફરક એટલો છે કે કાજુ પાણીમાં નહીં પણ દૂધમાં પલાળીને ખાવા જોઈએ.
એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર કાજુ માત્ર શરીરને શક્તિ જ નથી આપતા પણ તે ઘણી બીમારીઓમાં પણ ફાયદાકારક છે. ચાલો આજે જાણીએ કે જો તમે કાજુને એક અઠવાડિયા સુધી દૂધમાં પલાળી રાખો અને સવારે તેને ખાશો તો તમને શું ફાયદો થઈ શકે છે.
કાજુને કેલ્શિયમની ખાણ કહેવામાં આવે છે. તેમાં આયર્ન, ઝિંક અને ઘણા વિટામિન્સ મળી આવે છે. કાજુ હૃદય માટે પણ સારા છે કારણ કે તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે. આ વ્યક્તિને હૃદય સંબંધિત રોગોના જોખમથી બચાવે છે જો તમે કાજુને આખી રાત દૂધમાં પલાળી રાખો અને સવારે તેનું સેવન કરો તો તમારા હાડકા હંમેશા મજબૂત રહેશે.
દૂધ અને કાજુ બંને કેલ્શિયમના સારા સ્ત્રોત છે. આ સાથે કાજુમાં વિટામિન B6 અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે. તેથી, દૂધમાં પલાળેલા કાજુ હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.
તમે પાતળા છો અને વજન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે દૂધમાં પલાળેલા કાજુ ખાવા જોઈએ. ફુલ ક્રીમ દૂધમાં આખી રાત પલાળેલા કાજુ ખાવાથી તમને ભરપૂર પ્રોટીન અને કેલરી મળશે. તેનાથી તમારું વજન વધશે અને તમે મજબૂત બનશો. દૂધમાં પલાળીને કાજુ ખાવાથી તમારી ઈમ્યૂનિટી મજબૂત થશે.