શરદી- ખાસીમાં આ 6 જૂદી-જૂદી રીતે અજમાનો કરો ઉપયોગ, મળશે રાહત
- અજમાને શેકીને તેના ઘૂમાડાની સ્મેલ લો
- અજમા વાળું પાણી પીવાથી કફ છૂટો પડે છે
શિયાળાની શરુઆત એટલે સ્વાસ્થ્ય ખરાબ થવાની શરુઆત ,જો ખોરાક પાણીમાં જરા પણ બદલાવ આવ્યો તો શરદી ખાસી જેવી સમસ્યાઓ વધી જાય છે, આ ઋતુમાં અજમાનો ઉપયોગ કરવો જોઈએ જે છાતીમાં જામેલા કફથી લઈને નાક ગરવું ,શરદી થવી કે ખાસી જેવી સમસલ્યામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે, પણ અજમાનો ઉપયોગ ડો સાચી રીતે કરવામાં આવે તો જ તે ફાયદા કારક સાબિત થાય છે નહી તો નુકશાન પણ થઈ શકે છે.તો ચાલો જોઈએ શરદી ખાસીમાં અજમાનો કઈ કઈ રીતે ઉપયોગ કરી શકાય છે,
આ રીતે કરો અજમાનો ઉપયોગ
આ એક અદ્ભુત ઉપાય છે જેને દરેક વ્યક્તિ અજમાવી શકે છે. તવી પર થોડો એજમો શેકી લો અને જ્યારે તેની સુગંધ આવવા લાગે ત્યારે તેને સ્વચ્છ સુતરાઉ કપડામાં તેની પોટલી બાંધી લો. હવે આ પોટલી બાળકની છાતી પર ફેરવો , ધ્યાનમાં રાખો કે પોટલી વધુ ગરમ ન હોવી જોઈએ. નહિંતર તે તમારા બાળકની નાજુક ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. દરરોજ બે વાર આ પ્રક્રિયાને અનુસરવાથી નાક અને છાતી બંનેની ભરાઈને સાફ કરવામાં મદદ મળી શકે છે.
ગરમ વરાળ અવરોધિત નાક માટે અદભૂત કામ કરે છે એ માટે તમારે ગરમ પાણીમાં મુઠ્ઠીભર અજમો નાખવાનો છે, અને પછી તેમાંથી નીકળતી વરાળને નાક વડે અંદર લઈજઈને બહાર કાઢવાની પ્રક્રિયા કરવાની છે આમ કરવાથી નાક ખુલી જાય છે.
લસણની બે કળી લવિંગ અને મુઠ્ઠીભર અજમો જ્યા સુધી ગંધ આવે ત્યા સુધી તવી પર શેકીલો હવે તેન કોટનના કપડામાં બાધી લો, આ પોટલીને નાકની થોડે દૂર રાખીને તમે સુંગઘ લઈ શકો છો, બાળકને લસણની તીખી ગંધ નથી ગમતી જેથી બાળક માટે આ ઉપાય કરો તો ખૂબ દૂકરથી તેને સુંગધ આપો.
કેટલાક લોકો એવા છે જેમને અજમાની કડવી ગંધ અને સ્વાદ પસંદ નથી. અજવમાના તેલની માલિશ તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે. ગરમ તેલમાં થોડો અજમો મિક્સ કરીને થોડીવાર રાખો જેથી અજમાના પોષક તત્વો તેલમાં ભળી જાય. હવે તમારી છાતી, નાક અને પીઠ પર આ તેલથી માલિશ કરો.તેનાથી ખૂબ રાહત મળે છે
તુલસીના કેટલાક પાન સાથે અજમો અને આદુને લગભગ 15 મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ મિશ્રણને ગાળીને ઠંડુ થવા દો અને તમારા બાળકોને દિવસમાં બે વખત 1-2 ચમચી આપો. જો તમે વડીલો માટે આ મિશ્રણ બનાવવા માંગો છો, તો ઉકળતા પાણીમાં 4-5 આખા કાળા મરીના દાણા અને 1/3 કપ ગોળ ઉમેરો. આ મિશ્રણ શરદી-ખાંસી અને ગળા બંનેમાં અસરકારક સાબિત થાય છે.