Site icon Revoi.in

દેશભક્તિના રંગોમાં રંગાઈ જવા માટે ગણતંત્ર દિવસ પર અજમાવો આ ફેશન અને બ્યુટી સ્ટાઈલ્સ

Social Share

દર વર્ષે 26 મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે.આમ તો,આ દિવસે દરેક જગ્યાએ રજા હોય છે.પરંતુ ઘણા લોકો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા માટે તેમના કાર્યસ્થળ, શાળા વગેરેમાં જાય છે.ઘણા લોકો આ દિવસે બહાર ફરવા માટે પણ પ્લાન બનાવે છે.જો તમે પણ આ વખતે ગણતંત્ર દિવસના અવસર પર ક્યાંક ફરવા જવાની તૈયારી કરી રહ્યા છો, તો અહીં જાણી લો ફેશન અને બ્યુટી સ્ટાઈલ વિશે જે તમારી દેશભક્તિ બતાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

ટ્રાઇ ડિઝાઇન સુટ્સ
આજકાલ માર્કેટમાં ટ્રાઇ-ડિઝાઇનના સૂટ ખૂબ જ વેચાય રહ્યા છે. આ સૂટ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે,તેમાં કેસરી, સફેદ અને લીલો, ત્રણેય રંગોનું મિશ્રણ છે.જો તમે 26મી જાન્યુઆરીએ આ સૂટ પહેરો છો, તો તમે સરળતાથી દેશભક્તિની લાગણી પ્રદર્શિત કરી શકશો અને ખૂબ જ શાનદાર દેખાશો.આ સિવાય તમે ટ્રાય લુકમાં વન પીસ કે સાડી વગેરે પણ પહેરી શકો છો.

બેંગલ્સ
જો તમારે આવા કપડાં પહેરવા ન હોય તો તમે કોઈપણ આઉટફિટ સાથે ત્રિરંગાની બંગડીઓ પહેરી શકો છો. લીલી, કેસરી અને સફેદ બંગડીઓ મિક્સ કરીને, તમે એક હાથમાં પહેરો કે બંને હાથમાં, તે ખૂબ જ આકર્ષક લાગશે.

આઈ મેકઅપ
તમે આંખનો મેકઅપ કરીને પણ ટ્રાય લૂક લઇ શકો છો. તે સંપૂર્ણપણે અલગ દેખાશે.આ કરવા માટે અંદરની આંખને સિલ્વર આઈશેડોથી ઢાંકી દો, પછી ઉપર નારંગી આઈશેડો અને નીચે લીલી કાજલ પેન્સિલ લગાવો.ત્રણેયનો રંગ શેડો તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

તિરંગા ઈયરરિંગ્સ
દોરાથી બનેલી ત્રિરંગાની બુટ્ટી પણ આ પ્રસંગે ખૂબ જ સારી રીતે વેચાય છે. તમે આ ઈયરિંગ્સ પહેરીને લૂકને રિપબ્લિક ડેના હિસાબે બનાવી શકો છો.આ સિવાય કપાળ પર ત્રિરંગા બિંદીનો ઉપયોગ કરી શકાય છે.

વાળમાં ત્રિરંગાની ઝલક
ત્રિરંગાની ઝલક તમે તમારા વાળમાં પણ દેખાડી શકો છો.આ માટે પહેલા તમારી મનપસંદ હેરસ્ટાઈલ બનાવો.આ પછી, આગળની બાજુના વાળ પર ઉપરથી લીલો, નારંગી અને સફેદ આઈ શેડો લગાવો.