આખો દિવસ ઘર અને નોકરીની જવાબદારીના કારણે લોકો કેટલીય જગ્યાઓએ ભાગદોડ કરતા હોય છે.આ ભાગદોડ દરમિયાન ઘણી એવી જગ્યાઓના સંપર્કમાં પણ તે આવતા હોય છે કે, જ્યા ધૂળ અને માટીનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે અને તેના કારણે જ જ્યારે આપણે સાંજે ઘરે પહોંચીએ છીએ ત્યારે આપણો ચહેરો ધૂળ અને માટીના કારણે સાવ ડલ પડી ગયો છે.
ચહેરાની આ ડલનેસને દૂર કરવા માટે આપણે અનેક પ્રકારના ફેસ માસ્ક અને ફેસ સ્ક્રબનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ, તેનાથી કશો જ ફરક પડતો નથી ત્યારે આજે આ લેખમા તમને એક એવા ફેસ માસ્ક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.તો આજે ત્વચાની સુંદરતા વધારવા માટે ક્રેનબેરીનું ફેસ માસ્ક કેવી રીતે બનાવવુ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીશું
ક્રેનબેરી અને મધ ત્વચા માટે ઉત્તમ મિશ્રણ છે.થોડી ક્રેનબેરીને પીસી લો. ક્રેનબેરીની પેસ્ટમાં 2 ચમચી મધ ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો.હવે આ પેસ્ટને તમારી ત્વચા અને ગરદન પર લગાવો અને તેને 20 મિનિટ માટે રહેવા દો.આ માસ્ક સુકાય પછી તેને સાદા પાણીથી ધોઈ નાખો. તમે આ પેકને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવી શકો છો અને તમને તમારા ચહેરા પર નિખાર જોઈ શકશો.