Site icon Revoi.in

ઉનાળામાં શરીર પર નીકળતી ગરમીથી બચવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય

Social Share

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ત્વચાની સમસ્યા શરૂ થઈ જાય છે. મોટાભાગના લોકોને તડકા અને પરસેવાના કારણે તાપમાં થતી ફોલ્લીઓ અને સન બર્નની સમસ્યામાંથી પસાર થવું પડે છે. ત્વચા આ મોસમમાં સંવેદનશીલ બને છે.એવામાં ઘણા લોકો તેનાથી છુટકારો મેળવવા માટે તમામ પ્રકારના પાવડર અને ક્રિમનો ઉપયોગ કરે છે. ઘણી વાર આ ચીજોનો ઉપયોગ કરવાનો કોઈ ફાયદો નથી.

જો તમે શરીર પર નીકળતી ગરમીની સમસ્યાથી પરેશાન છો,તો અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ,જેના ઉપયોગથી તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ તે ઘરેલું ઉપાયો વિશે.

એલોવેરા જેલ

એલોવેરા જેલનો ઉપયોગ ત્વચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે થાય છે. તે શરીર પર નીકળતી ગરમીને મટાડવામાં અસરકારક છે. એલોવેરા જેલમાં હીલિંગ પ્રોપર્ટીઝ હોય છે, જે રેડ્નેસ અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. સૂતા પહેલા શરીર પર નીકળતી ગરમીથી  એલોવેરા જેલ લગાવો અને સવારે તેને પાણીથી ધોઈ લો.

ચંદન

ચંદનમાં કુલિંગ પ્રોપર્ટીઝ હોય છે, જે શરીર પર નીકળતી ગરમી અને ફોલ્લીઓ મટાડવામાં મદદ કરે છે. ચંદન પાવડર અને પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને શરીર પર નીકળેલી ગરમી પર લગાવો.તેનાથી તમને ઝડપથી આરામ મળશે.

લીમડો

લીમડામાં ઓષધીય ગુણ હોય છે. લીમડાને પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને શરીર પર નીકળેલી ગરમી પર લગાવો. તેમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ખંજવાળ અને બર્નિંગમાંથી રાહત આપે છે.

ગુલાબજળ

ગુલાબજળમાં પાણી અને મધની પેસ્ટ બનાવી ફ્રીઝમાં આઇસ ક્યુબના રૂપમાં જમાવી લો. આ પછી આઇસના ક્યુબને કપડામાં લપેટીને શરીર પર નીકળતી ગરમી પર લગાવો. ગુલાબજળ તમારી ત્વચાના પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સાથે ઓઇલ હટાવવામાં   પણ મદદ કરે છે.

દહીં

દહીં ઠંડક અને રાહત બંને આપવાનું કામ કરે છે. દહીને શરીર પર નીકળતી ગરમી પર 15 મિનિટ માટે રાખો.તેનાથી તમને રાહત મળશે.

મુલ્તાની માટી

મુલ્તાની માટીમાં ઘણી ઓષધીય ગુણો હોય છે. એક ચમચી મુલ્તાની માટીમાં થોડું ગુલાબજળ ઉમેરો અને આ પેસ્ટને શરીર પર નીકળતી ગરમી પર લગાવો. જો પેસ્ટ સારી રીતે સુકાઈ જાય,તો તેને હળવા પાણીથી ધોઈ લો. તે ફાયદાકારક છે અને ઝડપથી રાહત આપે છે.

(દેવાંશી)