Site icon Revoi.in

મોઢાના ચાંદાથી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઉપાય

Social Share

મોઢામાં ચાંદા પડવાના ઘણા અલગ-અલગ કારણ છે.જો કબજિયાત રહેતું હોય તો તરત જ મોઢામાં ચાંદા પડવા લાગે છે. પાણી ઓછી માત્રામાં પીવાતું હોવાથી પણ મોઢામાં ગરમી નીકળી પડે છે.તો ઘણી વાર દાંત અને પેઢામાં કોઈ તકલીફ થઇ હોય તો તેના ઇન્ફેકશનના કારણે પણ આ પ્રશ્ન ઉભો થતો હોય છે.ત્યારે આ તકલીફમાંથી છુટકારો મેળવવા શું ઉપાય અજમાવો તેના વિશે વાત કરીએ.

એલોવેરા તમારા મોઢાના ચાંદાને મટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આ માટે તમારે થોડો એલોવેરા જ્યુસ લેવો પડશે અને તેને તમારા ફોલ્લાની જગ્યા પર લગાવો. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે.

મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે અલ્સરના બેક્ટેરિયાને ખતમ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. જો તમારા મોંમાં ચાંદા પડ્યા હોય તો એક કોટન પેડ પર એક ચમચી મધ લો. હવે તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો.

મોઢાના ચાંદા પર હળદર લગાવવી શ્રેષ્ઠ છે. આ માટે તમારે હળદરમાં પાણી મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવવી પડશે.તેને ચાંદા પર લગાવી પડશે.આ પેસ્ટને થોડી વાર મોંમાં રહેવા દો અને પછી થૂંકી લો. ત્યાર બાદ સાદા પાણીથી મોં ધોઈ લો.

મોમાં પડેલા ચાંદાને મટાડવામાં ઘી પણ અસરકારક માનવામાં આવે છે. તમારી આંગળી પર થોડું ઘી લો. તેને ફોલ્લાઓ પર લગાવો.આ અલ્સરથી રાહત મેળવવામાં મદદ કરશે