- ગ્લોઈંગ સ્કિન મેળવવા માંગો છો ?
- ઘરે જ તૈયાર કરો ફેસપેક
- ત્વચાને બનાવશે ચમકદાર
ઘણા લોકો ચમકતી ત્વચા માટે સલૂન ટ્રીટમેન્ટ પસંદ કરે છે. જ્યાં અનેક પ્રકારના કેમિકલ પ્રોડકટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.આમાં ફેશિયલ અને બ્લીચ વગેરેનો સમાવેશ થાય છે.પરંતુ તેમની અસર લાંબા સમય સુધી રહેતી નથી. ક્યારેક ઘણીવાર આડઅસર પણ થાય છે.એવામાં તમે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર અજમાવી શકો છો.તમે કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને ઘરે ફેસ પેક બનાવી શકો છો.તે તમારી ત્વચાને પોષણ આપશે.આ માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડશે નહીં.આ ફેસ પેકને ઘરે બનાવવા માટે તમારે હળદર, દૂધ અને મધ જેવી સામગ્રીની જરૂર પડશે.
દહીં અને હળદર
એક ચમચી તાજુ દહીં લો અને તેમાં એક ચપટી હળદર ઉમેરો.એકસાથે મિક્સ કરો અને એકવાર તે સારી રીતે ભળી જાય પછી, તેને ચહેરા અને ગરદન પર સમાનરૂપે લગાવો. થોડી મિનિટો માટે મસાજ કરો. તેને ત્વચા પર 15-20 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો. આ સ્કિન બ્રાઇટિંગ ફેસ પેકનો અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરી શકાય છે.
મધ અને ટમેટા
એક ટામેટાને અડધા ભાગમાં કાપીને છીણી લો. છીણેલા ટામેટાને ચાળણીમાં કાઢીને તેનો રસ કાઢો. એક બાઉલમાં જ્યુસ કાઢીને તેમાં એક ચમચી મધ અને ગુલાબજળ નાખો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો. તેને ત્વચા પર 10-15 મિનિટ રહેવા દો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો.તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.
મધ અને પપૈયા
તાજા અને પાકેલા પપૈયામાંથી કેટલાક નાના ક્યુબ્સ કાપીને પપૈયાનો પલ્પ તૈયાર કરવા માટે તેને બ્લેન્ડ કરો. એક ચમચી પપૈયાનો પલ્પ લો અને તેમાં એટલું જ મધ મિક્સ કરો. તેને એકસાથે મિક્સ કરો અને આખા ચહેરા તેમજ ગરદન પર ફેસ માસ્ક લગાવો.થોડી મિનિટો માટે આંગળીઓથી હળવા હાથે મસાજ કરો. તેને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો.ત્યારબાદ તેને સાદા પાણીથી ધોઈ લો.તમે અઠવાડિયામાં 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો.