દપેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાી ખાસ કરીને યુવતીઓ આ માટે પરિઘાનની ચોક્કસ સારી પસંદગી ઈચ્છે છે આજકાલ ફેશનમાં ક્રોપ ટોપનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે પરંતુ ક્રોપ ટોપ શોર્ટ હોવાના કારણે જો તેના પર ચોક્કસ પ્રકારની બોટમવેરની પસંદગી કરીએ તો તે વઘુ શાનદાર લાગી શકે છે તો ચાલો જાણીએ ક્રોપ ટોપ સાથે મેચ થતા આ બોટમવેર વિશે.
ક્રોપ ટોપ સાથે ખાસ કરીને તમે ફૂલ પેન્ટ પહેરી શકો છે,એટલે કે આ પેન્ટ જુટી ઉપરથી પહેરવામાં આવે છે ખાસ કરીને ડેનિમમાં તકે વઘુ આકર્ષક લાગે છે.આ પેન્ટ ક્રોપ ટોપ સાથે શાનદાર લાગે છે.
ક્રોપ ટોપ સાથે તમે જો બોડી વેઈટ ઓછું ઘરાવો છો તો પ્લાઝો પણ તમને શૂટ કરે છે, પ્લાઝોમાં ડેનિમ સહીત લૂઝ કાપડ તથા જ્યોર્જોટમાં પણ આવે છે જે ક્રોપ ટોપને મેચ કરે છે.
સ્કર્ટની જો વાત કરવામાં આવે તો ક્રોપ ટોપ સાથે લોંગ સ્કર્ટ પર જામે છે, જો તમારી હાઈટ ઓછી હો તો ક્રોપ ટોપ સાથે તમે લોંગ સ્કર્ટ જે કોટન મટરિયલ્સથી લઈને ડેનિમમાં વઘુ શાનદાર લૂક આપે છે આ સાથે જ તમે ઈચ્છો તો શોર્ટ સ્ક્રટની પણ સપંદગી કરી શકો છો ક્રોપ ટોપ સાથે સ્કિન ટાઈટ સ્કર્ટની ફેશન હાલ ટ્રેન્ડિંગમાં જોવા મળી રહી છે.
હવે વાત કરીએ તો જીન્સની તો ઓછુ વેઈટ ઘરાવતી યુવતીઓ જીન્સ સાથે પણ ક્રોપ ટોપ કેરી કરી શકો છે આ માટે ખાસ ઘ્યાન આપવાનું હોય છે કે તમારી કમર પાસેથી જીન્સ ટાઈટ હોવી જોઈએ જેથી કરીને તમને કમ્ફર્ટેબલ રહે