મુંબઈઃ બોલિવૂ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ તુ જૂઠી મેં મક્કારે શાનદાર કમાણી કરી છે હોળીના અવસર પર રીલિઝ થયેલી રણબીર કપૂરની આ ફિલ્મે પઠાણ બનીને પોતાની જાતને બચાવી લીધી છે. ફિલ્મ અઠવાડિયાના દિવસોમાં પણ સારી કમાણી કરી રહી છે.હવે ફિલ્મે એક નવો રેકોર્ડ બનાવી લીધો છે.
આ ફિલ્મ રિલીઝ થયાના એક વિક બાદ પણ બોક્સ ઓફીસ પર ઘમાલ મચાવી રહી હતી અને 2 વિકેન્ડ બાદ તે હવે 100 કરોડની ક્લબમાં સામેલ થી ચૂકી છે. અઆ ફિલ્મે પહેલા દિવસે 15.73 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જોકે આ ફિલ્મના બીજા દિવસના કલેક્શનમાં શરૂઆતના દિવસની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ, વિકેન્ડના લાભ આ ફિલ્મને મળ્યા છે.
જાણકારી પ્રમાણે રણબીર-શ્રદ્ધાની ફિલ્મે રિલીઝના સાતમા દિવસે 83.31 કરોડનું કલેક્શન કર્યું હતું. પ્રારંભિક આંકડા પ્રમાણે, ફિલ્મે તેના આઠમા દિવસે ભારતમાં 5.60 કરોડનું કલેક્શન કર્યું હતું. એટલે કે આઠ દિવસમાં ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 87.91 કરોડનો બિઝનેસ કર્યો છે. પહેલા અઠવાડિયામાં ટિકિટ બારી પર 92.31 કરોડનું કલેક્શન કરીને શાનદાર બિઝનેસ કર્યો હતો. બીજી તરફ, 10માં દિવસે ફિલ્મે ત્રણ કરોડ 64 લાખનો બિઝનેસ કર્યો હતો અને 11માં દિવસે છ કરોડ ત્રણ લાખનો બિઝનેસ કર્યો હતો.ત્યારે આ ફિલ્મને 13 દિવસ થયા છે આટલા જ દિવસોમાં ફિલ્મ 100 કરોડની કનમાણી કરવામાં સફળ રહી છે.
હવે ફિલ્મનું સેકન્ડ સન્ડે કલેક્શન પણ સામે આવ્યું છે. શરૂઆતના આંકડાઓ અનુસાર, ફિલ્મે 12માં દિવસે ફરી ઉછાળો લેતા સાત કરોડ 60 લાખનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મનો કુલ બિઝનેસ હવે 109.58 કરોડ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે 8 માર્ચે સિનેમાઘરોમાં આવેલી આ રોમેન્ટિક કોમેડી ફિલ્મે દર્શકો જ નહીં ફિલ્મ સમિક્ષકોના પણ દિલ જીત્યા છે. તુ જૂઠી મેં મક્કારને બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મની પહેલા દિવસની કમાણીના આંકડા મેકર્સને રાહત આપનારા હતા.’તુ જૂઠી મેં મક્કાર’ કલેક્શન સારું રહ્યું છે.