ભાવનગરઃ જિલ્લામાં મહુવા અને તળાજા તાલુકો ખાસ કરીને ડુંગળીના બમ્પર ઉત્પાદન માટે જાણીતો છે. પણ આ વખતે ઘઉનું પણ સારૂએવું ઉત્પાદ થયું છે. મહુવાનું માર્કેટ યાર્ડમાં ટુકડી તથા લોકવન ઘઉંની ધૂમ આવક થઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉં અને લોકવન ઘઉંના 1051 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ ₹399 રહ્યા હતા અને ઊંચા ભાવ 790 રૂપિયા સુધીના રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરુ, લાલ અને સફેદ ડુંગળી, તુવેર, અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે જિલ્લાના તમામ યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરુ અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. જિલ્લામાં ઘઉં વાવેતર આશરે 2200 હેક્ટર કરતા પણ વધારે થયું છે. વહેલી સવારથી જ ખેડૂતો લોકવન ઘઉં અને ટુકડા ઘઉં વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉં અને લોકવન ઘઉંના 1051 કટ્ટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ ₹399 રહ્યા હતા અને ઊંચા ભાવ 790 રૂપિયા સુધીના રહ્યા હતા. આ ઉપરાંત મહુવા માર્કેટિંગ યાર્ડમાં, સફેદ ડુંગળીના 1,10, 000 કટ્ટાની આવક થઈ હતી. મણના નીચા ભાવ 90 રહ્યાં હતાં અને ઊંચા ભાવ 251 રૂપિયા રહ્યા હતા. તેમજ લાલ ડુંગળીના 13526 ની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 30 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 183 રૂપિયા સુધીના રહ્યા હતા નારિયેળના 4025 નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ 900 રહ્યા હતા અને ઉંચા ભાવ 1801 રૂપિયા રહ્યા હતા.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાના 258 કટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 871 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1143 રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના 1051 કટા ની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 399 રહ્યા હતા અને ઊંચા ભાવ 790 રૂપિયા સુધીના રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાજરીના 365 કટાની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 409 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 509 રૂપિયા સુધીના રહ્યા હતા. ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં કપાસની 84 ગાંસડીની આવક થઈ હતી જેના એક મણના નીચા ભાવ 975 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઉંચા ભાવ 1500 સુધીના રહ્યા હતા, સફેદ તલના 24 કટાની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 2400 રૂપિયા બોલાયા હતા અને ઊંચા ભાવ 2830 રૂપિયા સુધીના બોલાયા હતા.