Site icon Revoi.in

તુલસી માત્ર ત્વચા માચે જ નહી વાળ માટે પણ ખૂબજ ગુણકારી- જાણો કઈ રીતે કરી શકાય છે તુલસીનો ઉપયોગ

Social Share

 

આપણા દેશમાં તુલસીનો છોડ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ છોડ મોટાભાગના ઘરોમાં સરળતાથી મળી જાય છે. ધાર્મિક મહત્વ ઉપરાંત આ છોડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેના ઘણા ફાયદા છે, સ્વાસ્થ્યની સાથે સાથે તે ત્વચા અને વાળ માટે પણ ફાયદા કારક ગણાય છે

આ ઔષધિ વિટામિન Kમાં સમૃદ્ધ છે અને તેમાં એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો છે. આ ઘટકો રક્ત પ્રવાહને ઉત્તેજીત કરે છે અને વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.

 

ખરતા વાળ માટે આ રીતે કરો ઉપયોગ

ખરતા વાળની સમલસ્યાથી મોટાભાગની મહિલાઓ પરેશાન હોય છે. આવી સ્થિતિમાં તુલસી તમને કુદરતી રીતે ખરતા વાળને રોકવામાં મદદ કરી શકે છે. આ માટે સૌથી પહેલા 1 ચમચી નારિયેળ તેલમાં આમળા અને તુલસીનો પાવડર સમાન માત્રામાં મિક્સ કરો. હવે  તેમાં પાણી ઉમેરો અને પેસ્ટ બનાવો. તેને 30 મિનિટ સુધી રહેવા દો અને પછી ધોઈ લો. તેનાથી વાળ ખરતા અટકશે.

તમારી સુંદરતામાં વધારો કરે છે તુલસી

કોમળ સુંદર ત્વચા મેળવવા માટે પણ લોકો ઘણા પ્રયત્નો કરે છે, આવી સ્થિતિમાં તુલસીના પાન તમારી મહેનત ઓછી કરી શકે છે. તુલસીના પાન તમને યુવાન રાખવામાં  અસરકારક સાબિત થાય છે. તુલસીનું તેલ કાળા ફોલ્લીઓ દૂર કરે છે અને વૃદ્ધત્વ સામે લડે છે. તેના માટે બે તુલસીના પાનને પીસીને તેની પેસ્ટ બનાવો. હવે તમારી પેસ્ટમાં એક ચમચી દહીં ઉમેરો અને લગભગ 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો.

ખોળો પહેલા થતી ઉદરીને દબર કરવામાં મદદરુપ છે તુલસી

આ  સાથે જ તુલસીના પાનના રસમાં આમળાનો રસ મિક્સ કરીને વાળમામં લગાવીને 20 મિનિટ રહેવાદો ત્યાર બાદ હુંફાળા પાણી વડે વાળ ઘોઈલો આમ કરવાથી વાળમાં થતી ઉદરી( ખોળો પહેલા વાળમાં થતો સફેદ ગોળ ઈંડા જેવો પ્રદાર્થ) પણ દૂર થઈ જાય છે

ખોળોમાંથી આપે છે છૂકારો

ખાસ કરીને હાલ શિયાળામાં લોકોમાં ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે. તમારા વાળની ​​સંભાળમાં થોડા તુલસીના પાનનો સમાવેશ કરો. જે લોકો ખોડો અને ખંજવાળથી પરેશાન હોય તેઓ તેનો ઉપયોગ કરી શકે છે. સૌપ્રથમ તુલસીનું તેલ અને નારિયેળ તેલના થોડા ટીપાં મિક્સ કરો. તેને સહેજ ગરમ કરો અને માથાની ચામડી પર લગાવો. તેને આખી રાત રહેવા દો અને સવારે ધોઈ લો. આનાથી ડેન્ડ્રફ ધીરે ધીરે દૂર થઈ જશે.