Site icon Revoi.in

મધ્યપ્રદેશના કટનીમાં અડંર ગ્રાઉન્ડ ટનલનો એક ભાગ ઘરાશયી થવાની ઘટના- 7 કામદરોને બહાર કઢાયા,બચાવ કાર્ય શરુ

Social Share

ભોપાલઃ- મધ્યપ્રદેશના કટનીમાં નર્મદા ઘાટી પ્રોજેક્ટ ટનલમાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 9 મજૂરો ફસાયા હતા જેમાંથી  ફસાયેલા સાત મજૂરોને બચાવી લેવાયા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના જબલપુરથી 50 કિમી દૂર આવેલા સ્લીમનાબાદમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી.

અહીં નર્મદા જમણા કાંઠા માટે બનાવવામાં આવી રહેલી ટનલની દિવાલ ધરાશાયી થતાં 9 મજૂરો દટાયા હતા. કામદારોના ફસાયા હોવાની માહિતી મળ્યા બાદ કટની જિલ્લાના કલેક્ટર અને જબલપુરના વહીવટી કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

કટની જિલ્લાના સ્લીમનાબાદમાં નર્મદા વેલી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રાણી અવંતીબાઈ પ્રોજેક્ટથી જબલપુરથી રીવા સુધી નર્મદાનું પાણી વહન કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. નર્મદાનું પાણી લઈ જવા માટે સ્લીમનાબાદમાં ટનલ બનાવવામાં આવી રહી છે. શનિવારે સાંજે, ટનલનો એક સ્લિવર તૂટી પડ્યો. આ દરમિયાન બાંધકામના કામમાં લાગેલા 9 કામદારો ટનલના કાટમાળમાં દટાયા હતા. સુરંગનો એક ભાગ પડવાની માહિતી જિલ્લા પ્રશાસનને મળતા જ તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ ઘટનાને મામલે કટની કલેક્ટર પ્રિયંક મિશ્રાએ જણાવ્યું કે આ ઘટનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને સારવાર અર્થે  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પછી ફસાયેલા મજૂરોને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. બચાવ અને રાહત માટે જબલપુર જિલ્લામાંથી પણ ટીમને રવાના કરવામાં આવી છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળ નીચે દટાયેલા ત્રણ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળ નીચે ફસાયેલા 6 મજૂરોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. હાલ પણ અહીં બચાવ કાર્ય શરુ છે.