Site icon Revoi.in

તુર્કિય ભૂકંપઃ ભારતે NDRF અને તબીબી ટીમો રાહત સામગ્રી સાથે મોકલશે

Social Share

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની આજે તુર્કિયેમાં આવેલા ભૂકંપનો સામનો કરવા માટે શક્ય તમામ મદદ કરવાની સૂચનાઓના સંદર્ભે, પીએમના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરવા માટે સાઉથ બ્લોકમાં બેઠક યોજી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, NDRFની શોધ અને બચાવ ટુકડીઓ અને તબીબી ટીમો રાહત સામગ્રી સાથે તુરંત જ રિપબ્લિક ઓફ તુર્કિયે સરકાર સાથે સંકલનમાં મોકલવામાં આવશે.

એનડીઆરએફની બે ટીમો જેમાં ખાસ પ્રશિક્ષિત શ્વાન ટુકડીઓ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓનો સમાવેશ થાય છે તે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં શોધ અને બચાવ કામગીરી માટે ઉડાન ભરવા માટે તૈયાર છે. આવશ્યક દવાઓ સાથે પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ સાથે તબીબી ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે. તુર્કિયે પ્રજાસત્તાક સરકાર અને અંકારામાં ભારતીય દૂતાવાસ અને ઈસ્તંબુલમાં કોન્સ્યુલેટ જનરલ ઓફિસ સાથે સંકલન કરીને રાહત સામગ્રી મોકલવામાં આવશે. આ બેઠકમાં કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલય, NDMA, NDRF, સંરક્ષણ, MEA, નાગરિક ઉડ્ડયન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી