Site icon Revoi.in

તુર્કી: એર્દોગન ફરી એકવાર રાષ્ટ્રપતિ બન્યા,સતત 11મી વખત તાજ પહેરાવવામાં આવશે

Social Share

દિલ્હી : તુર્કીના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રેસેપ તૈયપ એર્દોગન જીતી ગયા છે. તેઓ અત્યાર સુધી સતત 11 વખત ચૂંટણી જીત્યા છે. લાંબા સમયથી સત્તા પર રહેલા રેસેપ તૈયપ એર્દોગનને વિપક્ષી નેતા કેમલ કેલિકદરોગ્લુ સાથે જોરદાર ટક્કર મળી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 14 મેના રોજ થયું હતું, જેમાં કોઈપણ ઉમેદવારને 50 ટકાથી વધુ મત મળ્યા ન હતા. આ જ કારણ હતું કે રન-ઓફ રાઉન્ડ કરવો પડ્યો હતો.

હવે 28 મેના રોજ યોજાયેલા રન-ઓફ રાઉન્ડમાં એર્દોગનનો વિજય થયો છે. એર્દોગનને કુલ 97 ટકા વોટમાંથી 52.1 ટકા અને કમાલને 47.9 ટકા વોટ મળ્યા હતા. પહેલા તબક્કાના મતદાનમાં એર્દોગનને 49.5 ટકા અને કેમલ કેલિકડારોગ્લુને 43.5 ટકા મત મળ્યા હતા. વાસ્તવમાં ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપ બાદ એર્દોગન માટે મુશ્કેલી વધી ગઈ હતી અને આ વખતે તેમને જીતવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

એર્દોગનની જીત પર કતારના તમિમ બિન હમદે ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, “જીત પર અભિનંદન, નવા કાર્યકાળમાં સફળતાની શુભેચ્છા”.

રેસેપ તૈયપ એર્દોગને આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ લોકોને ઘણા વચનો આપ્યા હતા, જેમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં 6 લાખ 50 હજાર નવા મકાનો બનાવવા, મોંઘવારી દરને 20 ટકા સુધી ઘટાડવાનો સમાવેશ થાય છે, જે હાલમાં 44 ટકા છે. આ પછી, તેમાં 2024 સુધીમાં મોંઘવારી દરને 10 ટકા સુધી ઘટાડવો, સીરિયન શરણાર્થીઓને તેમના ઘરે પાછા મોકલવા અને સીરિયાના રાષ્ટ્રપતિ સાથે સમાધાન કરવાનો સમાવેશ થાય છે.