તુર્કી-સીરિયામાં ભૂકંપના કારણે ‘મહાવિનાશ’,અત્યાર સુધીમાં 77,00 થી વધુ લોકોના મોત, 43,000 જેટલા ઘાયલ
દિલ્હી:તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક 7.8-તીવ્રતાના ધરતીકંપ અને આફ્ટરશોક્સથી મૃત્યુઆંક 7,700 ની ઉપર પહોંચી ગયો છે કારણ કે તૂટી પડેલી ઇમારતોમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા હતા.તે જ સમયે, લગભગ 42,259 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.જો કે ભૂકંપના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.બચાવ કાર્યકર્તાઓ હજારો ઈમારતોના કાટમાળમાંથી બચી ગયેલા લોકોને શોધવાનું કામ કરી રહ્યા છે.વિશ્વભરના દેશોએ બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે ટીમો મોકલી છે.
તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે,24,400 થી વધુ ઇમરજન્સી કામદારો ઘટનાસ્થળે છે.પરંતુ તેમના પ્રયત્નો ઓછા સાબિત થઈ રહ્યા છે, સોમવારના પ્રચંડ ભૂકંપથી મોટા વિસ્તારને અસર થઈ છે અને એકલા તુર્કીમાં લગભગ 6,000 ઈમારતો ધરાશાયી થઈ હોવાની પુષ્ટિ થઈ છે.
તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઅત ઓકતેએ કહ્યું કે એકલા તુર્કીમાં જ 8,000 થી વધુ લોકોને ઇમારતોના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને લગભગ 3,80,000 લોકોએ સરકારી આશ્રયસ્થાનો અથવા હોટલોમાં આશરો લીધો છે.બચી ગયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો પણ સબ-ઝીરો તાપમાન અને લગભગ 200 ની સંખ્યામાં આવેલા ધરતીકંપના આફ્ટરશોક્સને કારણે અવરોધાયા છે, જે અસ્થિર માળખામાં લોકોને શોધવાનું અત્યંત જોખમી બનાવે છે.
ભૂકંપના કેન્દ્રના દક્ષિણપૂર્વમાં આવેલા હતેમાં લગભગ 1,500 ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને ઘણા લોકોએ તેમના પરિવારો કાટમાળ નીચે ફસાયા હોવાની ફરિયાદ કરી હતી જેમાં કોઈ બચાવ ટીમો કે મદદ પહોંચી ન હતી,અધિકારીઓએ જણાવ્યું હતું.ભૂકંપ, તુર્કીના દક્ષિણપૂર્વીય પ્રાંત કહનેમરસમાં કેન્દ્રીત, દમાસ્કસ અને બેરૂતના રહેવાસીઓને શેરીઓમાં આવવાની ફરજ પડી હતી.