Site icon Revoi.in

તૂર્કી-સીરિયામાં આવેલા ભૂકંપમાં 1.5 મિલયન લોકો બન્યાં બેઘર, મૃત્યુઆંક 50 હજારને પાર પહોંચ્યો

Social Share

નવી દિલ્હીઃ તુર્કી અને સીરિયામાં આવેલા ગોઝારા ભૂકંપ બાદ હજુ પણ બચાવની કામગીરી ચાલી રહી છે, અત્યાર સુધીમાં બંને દેશમાં 50 હજારથી વધારેના મૃત્યુ થયા છે અને મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ લાખો લોકો ઈજાગ્રસ્ત થયાં છે. બીજી તરફ ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયામાં હાલ જીવન જરૂરી વસ્તુઓ ભારત સહિતના દુનિયાના વિવિધ દેશોમાંથી મોકલવામાં આવી રહી છે. તૂર્કી-સીરિયામાં આવેલા ભૂકંપને પગલે સૌથી પહેલા ભારતે મદદ માકલી હતી. મિશન દોસ્ત હેઠળ ભારતે મોકલેલી મદદ બદલ તુર્કી અને પ્રજા ભારતન આભાર મની રહ્યાં છે. ભૂકંપમાં દોઢ મિલિયન લોકો બેઘર બન્યાં છે.

તુર્કી અને સીરિયામાં આવેલા આપત્તિજનક ભૂકંપને પગલે મૃત્યુઆંક 50,000 થી વધુ થઈ ગયો છે. બંને દેશોના તાજેતરના આંકડાઓ અનુસાર તુર્કીમાં 44,200થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે સીરિયામાં તાજેતરના જાહેર કરાયેલા મૃત્યુઆંક 5,900 થી વધુ પહોંચી ગયો છે. છઠ્ઠી ફેબ્રુઆરીએ દક્ષિણપૂર્વીય તુર્કી અને ઉત્તર સીરિયામાં આવેલા પ્રથમ ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના જણાવ્યા અનુસાર આ ભયાનક વિનાશને કારણે 1.5 મિલિયન લોકો બેઘર થઈ ગયા છે, જેમાં 500,000 નવા ઘરોની જરૂર છે. જે માટે તુર્કી સરકારની પ્રારંભિક યોજના અતંર્ગત બેઘર થયેલા લોકો માટે ઓછામાં ઓછા 15 બિલિયન ડોલરના ખર્ચે 2 લાખ એપાર્ટમેન્ટ્સ અને 70,000 ગામડાના ઘરો બાંધવામાં આવશે. હાલ બંને દેશમાં અનેક બહુમાળી ઈમારતો ધરાશાયી થયાં છે.