- તુર્કીએ ભારતનો માન્યો આભાર
- ભારતનેન મદદ માટે સાચો મિત્રણ ગણાવ્યો
દિલ્હીઃ, વિતેલા દિવસે તુર્કીમાં ભારે ભૂકંપ આવ્યો હતો જેમાં અત્યાર સુધી મોતનો આંકડો 5 હજારને પાર પહોંચી ચૂક્યો છે જો કે તુર્કીના આ સંકટ સમયમાં ભારહત તુર્કીની મદદે આવ્યું છે ત્યારે આ મદદ માટે તેણે ભારતને સાચો મિત્ર ગણાવીને આભાર માન્યો હતો.
આ મુશ્કેલ સમયમાં ભારતે તુર્કીની મદદ માટે હાથ લંબાવ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર ભારતે તુર્કીને તાત્કાલિક મદદ મોકલી છે. ભારતથી NDRF રેસ્ક્યૂ ટીમ, દવાઓ અને મેડિકલ ટીમની પ્રથમ બેચ તુર્કી માટે રવાના થઈ ગઈ છે. એરફોર્સના વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. ભારત દ્વારા તુર્કીને મદદ કરવા બદલ તુર્કીએ દિલથી ભારતનો આભાર માન્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બદલ ભારતસ્થિત તૂર્કીના રાજદૂત ફિરાત સુનેલે આભાર વ્યક્ત કર્યો છે અને ભારતને મિત્ર કહ્યું છે.
જાણકારી પ્રમાણે ભારત તરફથી બે 100 સભ્યોની NDRF બચાવ ટીમ તુર્કી મોકલવામાં આવી છે, જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ એક બેઠક બોલાવી હતી અને NDRF અને મેડિકલ ટીમ મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. આ મદદને લઈને તુર્એકીએ એક ટ્વિટ કર્યું આ ટ્વીટમાં સુનેલે કહ્યું છે, તૂર્કી અને હિન્દી ભાષાઓમાં દોસ્ત સમાન શબ્દ છે. અમારી તૂર્કી ભાષામાં એક કહેવત છેઃ ‘દોસ્ત કરા ગુંડે બેલી ઓલૂર (અર્થાત, ખરા સમયે મદદે આવે એ જ સાચો મિત્ર કહેવાય). આપનો ખૂબ ખૂબ આભાર.’